તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:વાઘોડિયા રિંગ રોડના તબીબની પુત્રીનું અપહરણ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થિની બુધવારે મધરાતે ગુમ થઈ હતી, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સામે ફરિયાદ

વાઘોડિયા રિંગ રોડ પર રહેતી વિદ્યાર્થિની બુધવારે ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારે તેની સાથે અભ્યાસ કરતા યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવતાં બંનેની શોધખોળ હાથ ધરાઈ છે. વાઘોડિયા રિંગ રોડ પર રહેતા તબીબ પરિવારની પુત્રી ધોરણ 12માં અભ્યાસ કરે છે.

બુધવારે મોડી રાતે ઘરમાં અવાજ થતાં પરિવારજનો સફાળા જાગ્યા હતા. ચોરની આશંકાએ તપાસ કરતાં ઉપરના માળેથી સગીર પુત્રી ગાયબ જણાઈ હતી. મોડી રાતે પુત્રી તેના રૂમમાં ન જણાતાં પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહતી. પરિવારજનોને પુત્રીના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, તેણી 2 યુવકો સાથે ફરે છે. પરિવારે ઘરમાં તપાસ કરતાં ઉપરના માળે મૂકેલા સોના-ચાંદીના દાગીના અને એટીએમ કાર્ડ પણ ગાયબ જણાયાં હતાં. જે દાગીના પુત્રી લઈ ગઈ હોવાનું માની પરિવારે પાણીગેટ પોલીસ મથકમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો