તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:પરિણીતા સાથે સાત મહિનાથી ચેટિંગ કરતા યુવકનું અપહરણ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરેન્દ્રનગરની મહિલાના પતિને જાણ થતાં કાર લઇ વડોદરા આવ્યો
  • કારમાં માર મારી હાઇવે પર છોડી મૂક્યો : 4 સામે ફરિયાદ

સુરેન્દ્રનગરની પરિણીત યુવતી સાથે 7 મહિનાથી સોશિયલ મીડિયા થકી સંપર્કમાં રહેનાર રાજમહેલ રોડના યુવકનું 4 લોકોએ કારમાં અપહરણ કરી મારમાર્યા બાદ તેને અમદાવાદ-રાજકોટ રોડ પર છોડી મુકયો હતો. પોલીસે મહિલાના પતિ સહિત 4 અપહરણકર્તાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.નવાપુરા પોલીસના જણાવ્યા અનુસાર, રાજમહેલ રોડ પર આવેલી રાધાકૃષ્ણની પોળમાં રહેતા ચેતન ગીરીશચંદ્ર સોની (ઉ.વ.42)ની દિકરી કેશાએ બુધવારે બપોરે 12:30 વાગ્યા દરમિયાન કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે, 3-4 વ્યક્તિઓએ તેના પિતાનું કારમાં અપહરણ કર્યું છે.

જેના આધારે નવાપુરા પોલીસે કેશા સોનીની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, ચેતનભાઈ સુરેન્દ્રનગરની પરણિત મહિલા સાથે છેલ્લા 6-7 મહિનાથી સોશીયલ મીડીયા થકી સંપર્કમાં હતાં. આ અંગે સ્ત્રીના પતિ ધર્મેન્દ્રસિંહ અને સગા-વહાલાઓને જાણ થઈ ગઈ હતી.

જેથી સ્ત્રીના પતિ અને સગા-વહાલા મળી 4 વ્યક્તિ કારમાં સવાર થઈ બુધવારે બપોરે વડોદરા આવી ચેતન સોનીનું કારમાં અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ અપહરણકર્તાઓએ ચેતનભાઈને લાકડી વડે તેમજ મુઢમાર માર્યા બાદ ધમકી આપી અમદાવાદ-રાજકોટ રોડ પર છોડી દિધો હતો. જ્યાંથી ચેતન સોની દુમાડ ચોકડી આવી ગયો હતો. પોલીસે ચાર સામે ગુનો નોંધી ધરપકડ કરવા માટે એક ટીમ સુરેન્દ્રનગર મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...