• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Kidnapping Of A 7 day old Child At Night In Lilora Village Of Vadodara, Police Launched A Search With The Help Of Dog Squad And FSL Team

નવજાત બાળકનું અપહરણ:વડોદરાના લીલોરા ગામમાં રાત્રિના સમયે 7 દિવસના બાળકનું ગુમ, પોલીસે ડોગ-સ્ક્વોડ અને FSLની મદદથી શોધખોળ શરૂ કરી

વડોદરાએક મહિનો પહેલા
લીલોરા ગામે માતાની સાથે સૂતેલા 7 દિવસના નવજાત બાળકનું ગુમ થયું.
  • બાળકને જંગલી જાનવર લઈ ગયું હોવાની શક્યતાને નકારી શકાય નહીં

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સૂતેલા 7 દિવસના નવજાત બાળક ગુમ થઇ જતાં પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે.

બાળક ગુમ થવાને કારણે માતા ભાંગી પડી
પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકનાં પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતાં પોતાના ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજું જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠયાં હતાં. સંગીતાબેનને અગાઉની ડિલિવરીમાં એક અઢી વર્ષની બાળકી છે, હાલ તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતાં માતા સંગીતાબેન ભાંગી પડ્યાં હતાં.

પોલીસે ડોગ-સ્ક્વોડ અને FSLની ટીમની મદદથી બાળકની શોધખોળ શરૂ કરી.
પોલીસે ડોગ-સ્ક્વોડ અને FSLની ટીમની મદદથી બાળકની શોધખોળ શરૂ કરી.

જરોદની હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો
લીલોરા ગામમાં રહેતી માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના લગ્ન બોરસદ ખાતે થયા હતા, જેની ડિલિવરીના છેલ્લા દિવસોમાં તેઓ સાસરીમાંથી પિતાના ઘરે આવ્યાં હતાં અને 15 ઓક્ટોબરના રોજ જરોદની હોસ્પિટલમાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. 20 ઓક્ટોબરના રોજ રાતે તેઓ પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝૂંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા.

7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતાં માતા સંગીતાબેન ભાંગી પડ્યાં. હતા.
7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતાં માતા સંગીતાબેન ભાંગી પડ્યાં. હતા.

બાળક ન મળતાં પરિવારને જાણ કરી
એ વખતે તેમની માતા પણ નજીકમાં સૂતી હતી. રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમનું બાળક જાગી ગયું હતું. જોકે, બાળક સૂઇ ગયા બાદ તેઓ પણ સૂઇ ગયાં હતાં. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખું ફેરવી હાથ ફેરવતાં બાળક મળી નહોતું, જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પતો ન મળતાં આખરે પોલીસને જાણ કરાઇ હતી.

બાળકને જંગલી જાનવર લઈ ગયું હોવાની શક્યતાને નકારી શકાય નહીં.
બાળકને જંગલી જાનવર લઈ ગયું હોવાની શક્યતાને નકારી શકાય નહીં.

પોલીસે FSLની મદદથી બાળકની શોધખોળ શરૂ કરી
બાળકના અપહરણની જાણ થતાં જ વાઘોડિયા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...