અપહરણ:લીલોરામાં મધરાતે 7 દિવસના બાળકનું અપહરણ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ઓક્ટોબરે જન્મેલું બાળક રાત્રે દોઢ વાગે સૂઇ જતાં માતા પણ સૂઇ ગઈ હતી

જરોદના લીલોરા ગામે માતાની સાથે સુતેલા 7 દિવસના બાળકનું અજાણી વ્યક્તિ અપહરણ કરી લેતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. લીલોરા ગામમાં રહેતી માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના લગ્ન બોરસદ ખાતે થયા હતાં.જેની ડિલીવરીના છેલ્લા દિવસોમાં તેઓ સાસરીમાંથી પિતાના ઘરે આવ્યાં હતાં. અને 15 ઓક્ટોબરના રોજ જરોદની હોસ્પિટલમાં તેમને બાળકનો જન્મ થયો હતો. 20 ઓક્ટોબરના રોજ રાતે તેઓ પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝુંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સુતા હતાં.

તે વખતે તેમની માતા પણ નજીકમાં સુતી હતી. રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમનું બાળક જાગી ગયું હતું. બાળક સુઈ જતા તેઓ પણ સુઈ ગયા હતા. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખુ ફેરવી હાથ ફેરવતા બાળક મળી ન આવ્યું હતું.જેથી માતા એ પોતાનું બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતા બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...