તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:કોરોનાની મહામારીને પગલે 76 દિવસથી બંધ ખંડેરાવ શાકભાજી માર્કેટ આવતીકાલથી ખુલશે, વેપારીઓએ ગાઈડલાઇનના પાલનની બાહેધારી આપી

વડોદરા4 મહિનો પહેલા
  • લોકડાઉનને પગલે માર્કેટ બંધ કરાતા શાકભાજીના વેપારીઓની હાલત કફોડી બની ગઇ હતી
  • ખંડેરાવ માર્કેટ શરૂ કરવાની મંજૂરી મળતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ

કોરોના વાઇરસની મહામારીના કારણે છેલ્લા 76 દિવસથી બંધ વડોદરા શહેરનું ખંડેરાવ શાકભાજી માર્કેટ અને ફ્રૂટ માર્કેટ 11 જૂનથી ધમધમતુ થઇ જશે. આજે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને રજૂઆત કર્યાં બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોધનીય છે કે, વડોદરા શહેરની મધ્યમાં રાજમહેલ રોડ ઉપર આવેલું ખંડેરાવ માર્કેટ જથ્થાબંધ માર્કેટ છે, જેથી આ માર્કેટમાં નાના-મોટા વેપારીઓ તેમજ શહેરીજનો સસ્તુ શાકભાજી અને ફ્રૂટ લેવા માટે આવે છે.

વેપારીઓએ સોમવારથી સવિનય કાનૂન ભંગ કરી માર્કેટ શરૂ કરી દેવાની ચીમકી આપી હતી
વડોદરાના કાછીયા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી કે, 76 દિવસથી માર્કેટ બંધ હોવાથી હવે સમાજના શાકભાજી વેપારીઓ પાસે ગુજરાન ચલાવવા અન્નનો દાણો રહ્યો નથી. બે દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો સોમવારથી સવિનય કાનૂન ભંગ કરી માર્કેટ શરૂ કરી દેવાની ચીમકી આપી હતી. દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને મેયર ડો. જીગીશાબેન શેઠને રજૂઆત કરી હતી. જે રજૂઆતના અંતે 11 જૂનથી માર્કેટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, વેપારીઓ પાસેથી કોવિડ-19ની ગાઇડલાઇનનુ પાલન કરવાની બાહેધરી લેવામાં આવી છે. નોધનીય છે કે, વહેલી સવારથી શરૂ થતાં માર્કેટમા ભારે ધસારો રહે છે. જેથી કોરોનાના નિયમોનું પાલન થવું શક્ય નથી.

વેપારીઓ દ્વારા કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે
કાછીયા પટેલ સમાજના અગ્રણી અને પૂર્વ ભાજપના કાઉન્સિલર નિતીન પટેલે જણાવ્યું હતું કે, ગાયકવાડી શાસન સમયે કાછીયા સમાજને ખંડેરાવ માર્કેટ શાકભાજી બજાર ભેટમાં આપવામાં આવ્યું છે. કોવિડ-19નું કાછીયા સમાજ દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોમાં પણ કરશે. અનલોક-1માં મોટાભાગના બજારો ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. પરંતુ, ખંડેરાવ શાકભાજી માર્કેટને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. પરંતુ રજૂઆત બાદ 11 જૂનથી માર્કેટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વેપારીઓ દ્વારા કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

ખંડેરાવ શાકભાજી માર્કેટમાં 850 વેપારીઓ વેપાર કરે છે
ખંડેરાવ શાકભાજી માર્કેટમાં 450 સત્તાવાર સહિત કુલ 850 વેપારીઓ વેપાર કરીને ગુજરાન ચલાવે છે. માર્કેટ બંધ રહેવાના કારણે વેપારીઓની હાલત કફોડી બની ગઇ હતી. માર્કેટ શરૂ કરવાની મંજૂરી મળતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો