સી-પ્લેનનું સુરસુરિયું:કેવડિયા-અમદાવાદ સી-પ્લેન સુવિધા છેલ્લા અઢી મહિનાથી બંધ, માલદિવ્સ ગયેલુ સી-પ્લેન હજી પરત આવ્યું નથી, સેવા શરૂ કરવા પ્રવાસીઓની માગ

કેવડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી-પ્લેને ઉડાન ભરી હતી - Divya Bhaskar
ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી-પ્લેને ઉડાન ભરી હતી
  • સી -પ્લેન છેલ્લે 8 એપ્રિલ-2021ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું
  • 17 એપ્રિલ-2021ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદીવ ગયા બાદ પરત આવ્યુ નથી
  • સી-પ્લેન માલદિવથી પરત ક્યારે આવશે એ વિશે અધિકારીઓ અજાણ

વડાપ્રધાન નરેદ્ર મોદીના ડ્રીમ પ્રોજેક સી-પ્લેન પ્રોજેક્ટ છેલ્લા અઢી મહિનાથી બંધ છે. 50 વર્ષ જૂનું સી પ્લેન રિપેર કરીને ચલાવે છે. ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી-પ્લેને ઉડાન ભરી હતી, ત્યાર બાદ માલદિવ્સ મેન્ટેનન્સ માટે ગયું હજુ પરત ફર્યું નથી, તો આ સેવા પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પણ સુવિધા અને સેવા નિયમિત ચાલતી નથી.

છેલ્લે સી-પ્લેન 8 એપ્રિલ-2021ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું
વારંવાર મેઇન્ટેનન્સ બાદ છેલ્લે સી-પ્લેન 8 એપ્રિલ-2021ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. ત્યાર બાદ 17 એપ્રિલે 2021ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદિવ્સ ગયું તે હજી પરત આવ્યુ જ નથી. કોરોના કાળમાં સેવા બંધ થઇ તે ફરી ચાલુ થઇ નથી. આજે અઢી મહિના થયા પણ આધિકારીઓને પણ ખબર નથી કે, આ સેવા ક્યારે શરૂ થશે. નવા CEO સેવા ચાલુ કરાવે એવી પ્રવાસીઓમાં માગ ઉઠી છે.

17 એપ્રિલ-2021ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદીવ ગયા બાદ પરત આવ્યુ નથી
17 એપ્રિલ-2021ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદીવ ગયા બાદ પરત આવ્યુ નથી

માંડ 20થી 25 ઉડાનો ભરીને સી-પ્લેન મેઇન્ટનન્સ માટે માલદિવ્સ મોકલાયું હતું
દેશમાં પ્રથમ વાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સેવા શરૂઆત કરવામાં આવી હતી, જેને 31 ઓક્ટોબર-2020ના વડાપ્રધાને સફર કરીને વિવિધત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી, પરંતુ, માંડ 20થી 25 જેટલી ઉડાનો ભરીને સી-પ્લેન મેઇન્ટનન્સ માટે માલદિવ્સ મોકવામાં આવ્યું હતું. સી-પ્લેનના મેઇન્ટનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવાઓ કર્યાં, પણ સુવિધા ઉભી ન કરતા દર એક-દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવે છે.

સી-પ્લેન માલદિવથી પરત ક્યારે આવશે એ વિશે અધિકારીઓ અજાણ છે
સી-પ્લેન માલદિવથી પરત ક્યારે આવશે એ વિશે અધિકારીઓ અજાણ છે

સી-પ્લેન સેવા શરૂ કરવા પ્રવાસીઓની માગ
ફ્લાઈંગ અવર પૂરા થતાં ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે સી-પ્લેનને માલદિવ્સ મોકલ્યુ હતુ. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતાં સી-પ્લેન ત્રણ મહિને પણ પરત નથી આવ્યું. હવે કોરોના કેસ ઘટવા છતાં હજી સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી, તેવુ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે સી-પ્લન ક્યારે શરૂ થશે, તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે.

સી-પ્લન ક્યારે શરૂ થશે, તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે
સી-પ્લન ક્યારે શરૂ થશે, તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...