• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ketan Inamdar Said If He Wins By Less Than 50 Thousand Votes, He Will Not Take Out A Victory Procession, He Will Not Contest The 2027 Elections.

વિધાનસભા ચૂંટણી પહેલા હુંકાર:ભાજપના MLA કેતન ઇનામદારે કહ્યું- 50 હજારથી ઓછા મતથી જીતુ તો વિજય સરઘસ નહીં કાઢું, 2027ની ચૂંટણી નહીં લડું

વડોદરા19 દિવસ પહેલા
કેતન ઇનામદાર. - Divya Bhaskar
કેતન ઇનામદાર.

સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ક્ષત્રિય રાજપૂત સમાજના મહાસંમેલનમાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી 50 હજારથી ઓછા મતથી જીતુ તો વિજય સરઘસ નહીં કાઢું. 2022ની ચૂંટણી જીત્યા બાદ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું પણ કોઇ સારો ઉમેદવાર હશે તો તેને સપોર્ટ કરીશ. હું પદ માટે રાજકારણમાં નથી આવ્યો.

મારે કોઇને હાર મોકલવા નથી પડતા
કેતન ઇનામદારે કહ્યું કે, સ્નેહમિલન સંમેલન દિવાળી પછી લોકો કરતા હોય છે. સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યમાં ભગવાનની કૃપાથી 365 દિવસ દિવાળી છે. હજું તો ચૂંટણીને બે મહિના વાર છે પરંતુ હું આ સંમેલનમાં તમારા આશિર્વાદ લેવા આવ્યો છું. મારે હાર મોકલીને કહેવું નથી પડતું કે મને પહેરાવજો. ફટાકડા આપીને કહેવું નથી પડતું કે ફોડજો. અને કોઇને કહેવું નથી પડતું કે લઇ આવજો. અહીં તો વાયા વાયા ખબર પડે કે કેતનભાઇને કાર્યક્રમ છે તે ચાલતા ચાલતા જાતે લઇ આવે.

તે દિવસે મારી માતાની આંખમાં આંસુ હતાં
તેમણે કહ્યું કે, 2004માં મે મારા પિતાને ગુમાવ્યા, તે સમયે મારા પપ્પાને બધા મોટાભાઇના નામની બોલાવતા, ત્યારે હું 26 વર્ષનો હતો. એક દિવસ હું અને મારા મમ્મી હિંચકે બેઠા હતા અને એક રિક્ષા લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતી નિકળી. ત્યારે મારી મમ્મીની આંખમાં આંસુ હતા. તે દિવસે મેં મારી મમ્મીને કહ્યું હતું કે મારા બાપા (પિતા)ને સાચી શ્રદ્ઘાંજલી ત્યારે આપીશ જ્યારે મારા પિતા (મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર) જે સાલવી-ડેસરની જનતાનો પ્રેમ જીતીને ગયા છે. જે દિવસે હું આ ધરતી પર ના રહું અને દુશ્મન પણ રડેને તેવા કામ કરીને ના જાઉ તો હું તારો દિકરો નહીં.

દુશ્મનને હાર પહેરાવીશ પણ ગદ્દારને નહીં
કેતન ઇનામદારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 50 હજારથી વધુ મતથી જીતીને આપના આશિર્વાદ લેવા આવવાનો છું. જો 50 હજારથી ઓછા મતથી જીતું તો તમારો કેતન ઇનામદાર વિજય સરઘસ નહીં કાઢે. આ દરમિયાન લોકોમાંથી બેઠેલા કોઇએ કહ્યું કે એક લાખ મતથી જીતશો. ત્યારે કેતનભાઇએ કહ્યું કે એક લાખ મતથી જીત તો તમને સોંપી. માત્ર ફોર્મ ભરીને જતો રહીશ તો પણ 50 હજાર મતથી જીતી જઇશ. દુશ્મનને હાર પહેરાવીશ પણ ગદ્દારોને નહીં બક્ષુ. ભવિષ્યમાં હું આ ધરતી પર નહીં હોઉ ત્યારે જે લોકો સાવલીમાં ધારાસભ્ય બનવા નિકળશે તે કેતન ઇનામદારનો ફોટો લઇને પ્રચાર કરવા નિકળશે કે હું કેતન ઇનામદાર જેવા કામ કરીશ.

મોદીને મળીને ડેસર અલગ તાલુકો લઇ આવ્યો હતો
કેતન ઇનામદારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને લોકસભાની ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર જાહેર કરવાના હતા. તે દિવસ ગુજરાતના 22 નવા તાલુકાની જાહેરાત કરાઇ હતી. પરંતુ ડેસરને અલગ તાલુકો ન્હોતો બનાવ્યો. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના હોવાથી તેમને મળવું મુશ્કેલ હતું. પરંતુ હું ગાંધીનગરમાં તેમની ઓફિસમાં મળ્યો અને તત્કાલીન મુખ્યમંત્ર મોદીને રજૂઆત કરી કે ડેસરને જુદો તાલુકો બનાવવાની મારી રજૂઆત હતી પણ નવા તાલુકાની યાદીમાં ડેસરનું નામ નથી. જેથી નરેન્દ્રભાઇએ કહ્યું કે. કૈલાસનાથનને મળી લો. હું કૈલાસનાથને મળવા ગયો તે પહેલા તો તેમને ફોન આવી ગયો હતો અને ડેસરને જુદો તાલુકો બનાવવાની વાત સ્વીકારી હતી. બીજી તરફ વડોદરામાં તે સમયે વિનોદ રાવ કલેક્ટર હતા. આખી રાત કલેક્ટર કચેરી ખુલ્લી રખાવીને ડેસર તાલુકો જુદો કરાવ્યો હતો.

2027માં ચૂંટણી નહીં લડું, સારા ઉમેદરવાનો પ્રચાર કરીશ
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં જીત બાદ સાવલી અને ડેસરના વિકાસના કામો કરવા છે. પરંતુ હું રાજકારણમાં પદ માટે નથી આવ્યો. હું 2027ની ચૂંટણી નહીં લડું. જો સારો ઉમેદવાર હશે તો હું તેને સપોર્ટ કરી તેનો પ્રચાર કરીશ.