પોલિટિકલ:કેજરીવાલનું આદિવાસી કાર્ડ, સ્કૂલ-મહોલ્લા ક્લિનિકનું વચન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ ભાજપમાં ભળી જશે, આપ પાર્ટી સાથે સીધો જંગ થશે
  • ​​​​​​​ગુજરાતમાં મફત અને 24 કલાક વીજળી આપવા ખાતરી

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, ભાજપ અને આપ વચ્ચે સીધી જંગ જામશે તેમ કહી કોંગ્રેસ ઇલેક્શન પહેલાં અને પછી ભાજપમાં ભળી જશે તેમ જણાવી કટાક્ષ કર્યો હતો. આદિવાસી વોટ બેંક માટે મફત શિક્ષણ, મહોલ્લા ક્લિનિકના વાયદા કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે બોડેલી જતાં પહેલાં સવારે વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધી જણાવ્યું કે, રાજ્યમાં વેપારીઓને ડરાવાય છે. કેજરીવાલને મળતાં રોકે છે, હું આતંકવાદી નથી. અમારી સરકાર બનશે તો ગુજરાતના વેપારીઓને ઇજ્જતની જિંદગી આપીશું.300 યુનિટ મફત-24 કલાક વીજળી, બેરોજગારોને 3 હજાર ભથ્થું આપીશું.

ગ્રેડ પે માટે બોલતા પોલીસ જવાનને હેરાન કરાય છે
પત્રકાર પરિષદમાં આપના ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, રાજ્યમાં ગ્રેડ પે બાબતે લડતા પોલીસ જવાનોને હેરાન કરાય છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર જવાનની તાત્કાલિક બદલી કરાય છે. ઓછો પગાર મળે છે છતાં 18 કલાક સુધી ડ્યૂટી કરે છે.

અન્ય સમાચારો પણ છે...