ઉમેદવારો ટ્રેનિંગમાં:કેજરીવાલે કહ્યું, ઉમેદવારો સોમનાથ ખાતે ટ્રેનિંગમાં છે, બધા સાથે જ છે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો ફોર્મ પાછું ન ખેંચે તે માટે સોમનાથ મોકલાયા હતા
  • ​​​​​​​સુરત જેવી સ્થિતિ અન્ય બેઠકો પર ન થાય તેવા આપના પ્રયાસ

સુરતમાં પૂર્વ વિધાનસભા બેઠક પર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં આમ આદમી પાર્ટીને ચૂંટણી વિના સીટ ગુમાવવી પડી છે. બીજી તરફ શહેર- જિલ્લાના ઉમેદવારોને સોમનાથ લઈ જવાયા છે ત્યારે રવિવારે વડોદરા આવેલા કેજરીવાલે સોમનાથ ખાતે ઉમેદવારો ટ્રેનિંગમાં છે અને બધા સાથે છે તેમ જણાવી કહ્યું કે, લોકો માટે આપ આશા બનીને આવ્યું છે.

સુરતની પૂર્વ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપ અવઢવમાં મૂકાયું છે. 21મી તારીખે બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની તારીખ છે તે પૂર્વે અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ન ખેંચી લે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા મધ્ય ગુજરાત અને અન્ય જિલ્લાના ઉમેદવારોને સોમનાથ લઈ જવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેરના 4 અને જિલ્લાના 2 મળી 6 ઉમેદવારનો સમાવેશ થાય છે.

રવિવારે સાંજે વડોદરા આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઉમેદવારો વિશે પૂછાતાં તેઓએ કહ્યું હતું કે, તેઓ ટ્રેનિંગ માટે ગયા છે, સોમનાથમાં છે. તેઓ બધા જ સાથે છે અને કોઈ ચિંતા જેવું નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો ભાજપના શાસનથી પરેશાન છે અને કોંગ્રેસ કોઈ વિકલ્પ નથી ત્યારે આપ જ એક આશા બની છે.

અન્ય સમાચારો પણ છે...