વિવાદ:ઇજારદારોની મુરાદ મનમાં રહી આવાસોની દરખાસ્ત મુલતવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજારદારોએ 16થી 32 ટકા વધુ ભાવ ભર્યો હતો
  • સ્થાયીએ કહ્યું, દરખાસ્ત પર વધુ અભ્યાસની જરૂર

શહેરના બિલ, ભાયલી અને સેવાસીમાં પાલિકા દ્વારા રૂ. 121.51 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇકોનોમિક વિકર સેક્શનના 1255 ફ્લેટ અને 84 દુકાન બનાવવા અંગેની દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટરોએ રિંગ કરી 16 ટકાથી 32 ટકા વધુ ભાવ ભરતાં વિવાદ થયો હતો.

પાલિકાની હદમાં સમાવિષ્ટ થયેલા સેવાસી, બિલ અને ભાયલી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇ.ડબ્લ્યુ.એસના 1255 ફ્લેટ અને 84 દુકાન બનાવવાનું નક્કી કરી તે અંગેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 7 ઈજારદારોએ કામગીરી માટે રસ દાખવ્યો હતો. ત્રણ ગામમાં 7 આવાસ યોજનાના 1255 ફ્લેટ અને 84 દુકાન બનાવવામાં આવશે. જેનો ઇજારદારોએ ખર્ચ રૂ. 121.51 કરોડ આંકયો છે.ઇજારદારોએ 16 ટકાથી 32 ટકા સુધીના વધુ ભાવ ભરતા ઇજારદારોએ રિંગ કરી હોવાનું સપાટી પર આવતા વિવાદ થયો હતો. ત્યારે આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલવામાં આવતા સ્થાયી સમિતિએ આ બાબતે વધુ અભ્યાસ કરવાનો હોવાથી મુલતવી કરી છે.

ઉલ્લેખનીય છે કે 1255 અવાસો અને 84 દુકાનો બનાવવાનો અંદાજિત પાલિકાના ક્યાસ પ્રમાણેનો ભાવ રૂ. 99.20 કરોડ થાય છે. જ્યારે ઇજારદારોએ ભરેલા ભાવ પ્રમાણે રૂ. 121.51 કરોડ થાય છે.

નવા ઇજારદારને નહીં પ્રવેશવા ષડયંત્ર
સ્થાયી સમિતિમાં 7 આવાસ યોજનાના કામોમાં ઇજારદાર રીંગ કરી નવા ઇજારદારને સ્પર્ધામાં નહીં પ્રવેશવા દેવા માટેનું સુનિયોજિત ષડયંત્ર રચ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની નક્કી થયેલી રકમ પ્રમાણે લાભાર્થીઓ પાસે ભાડું લેવાનું હોય છે. પરંતુ તેના કરતાં વધુ ફાળો લેવા માટેની મંજુરી મગાઇ છે. જે નીતિ વિષયક બાબત છે અને તેના માટે સામાન્ય સામાન્ય સભાની મંજૂરી જરૂરી છે. - ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પૂર્વ વિપક્ષી નેતા

અન્ય સમાચારો પણ છે...