તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવારમાં સુવિધા:કેઇસી-આર.પી.જી ગ્રુપે કોરોનાના દર્દીઓની સારવાર માટે બે અદ્યતન વેન્ટિલેટર દાનમાં આપ્યા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અધિક નિવાસી કલેક્ટરને દાતા સંસ્થાઓએ વેન્ટિલેટર સુપ્રત કર્યાં - Divya Bhaskar
અધિક નિવાસી કલેક્ટરને દાતા સંસ્થાઓએ વેન્ટિલેટર સુપ્રત કર્યાં
 • વડોદરા જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેક્ટરને દાતા સંસ્થાઓએ વેન્ટિલેટર સુપ્રત કર્યાં

કોરોના કટોકટી દરમિયાન સારવારના વિસ્તરણ અને મજબૂતીકરણમાં ઔધોગિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેવા જ એક પ્રયાસના રૂપમાં સાવલી તાલુકાની કેઇસી ઇન્ટરનેશનલ દ્વારા આરપીજી ફાઉન્ડેશન સાથે સહભાગી બનીને જિલ્લા વહીવટી તંત્રને 2 અદ્યતન વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. કેઇસી ઇન્ટરનેશનલના પ્લાન્ટ હેડ કલ્પેશ શાહે કલેક્ટર કચેરી ખાતે આ વેન્ટિલેટરને દાનરૂપે અધિક નિવાસી કલેક્ટર દિલીપ પટેલને સુપ્રત કર્યાં હતા. દિલીપ પટેલે કોવિડ કટોકટીમાં સમાજને મદદરૂપ બનવાની એકમની ભાવના અને સૌજન્યને બિરદાવ્યા હતા.

વેન્ટિલેટર ક્રિટીકલ દર્દી કેર માટે ઉપયોગમાં લેવાશે
ઈએમ વેન્ટ નામના આ વેન્ટિલેટર ક્રિટીકલ દર્દી કેર માટેના છે, જે વીજળી અને ઇનબિલ્ટ બેટરી સંચાલિત, હળવા વજનના અને કોમ્પેક્ટ, પરિવહનમાં સરળ અને પોર્ટબલ છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય તંત્રને તે જરૂરિયાત પ્રસંગે ઉપયોગમાં લેવા માટે આપવામાં આવશે.

લોકડાઉન દરમિયાન અને ત્યારબાદ સાવલી તાલુકાના લોકોને વિવિધ રીતે મદદ કરી
CSR હેઠળ સમાજોપયોગી પ્રવૃત્તિઓના ભાગરૂપે કેઇસી-આર.પી.જી ગ્રુપ દ્વારા કોવિડના લોકડાઉન દરમિયાન અને ત્યારબાદ સાવલી તાલુકાના લોકોને કોરોના વોરિયર્સ તરીકે વિવિધ રીતે મદદ કરવામાં આવી છે. આ પ્રસંગે આરપીજીએફના સી.એસ.આર પ્રતિનિધિ કાજલ જોષી, કેઇસીના એચ.આર. હેડ ધીરજ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો