છેતરપિંડી:કે.સી.હોલીડેઝ કંપની 7 લોકોના 16 લાખ રૂપિયા ઉઘરાવી ગાયબ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • થાઇલેન્ડ, દુબઇની ફેમિલી ટૂરના બહાને નાગરિકો સાથે છેતરપિંડી
  • અમદાવાદની​​​​​​​ ઓફિસ બંધ થતાં વડોદરાની ઓફિસ ગયા તો તાળંુ મળ્યું

વિદેશી ટૂરના નેજા હેઠળ પ્રવાસના આયોજન કરતી કંપની કે.સી.હોલીડેઝ દ્વારા વડોદરા અને અમદાવાદમાં ઓફિસ શરુ કરવામાં આવી હતી. પણ એડવાન્સ પૈસા લઇ કંપનીએ ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થઇ ગયા હતા. વડોદરામાં 7 જણાં પાસેથી રૂા.15.96 લાખ લીધા હતા એમ જાણવા મળે છે. ફતેગંજ પોલીસે આ સંબંધમાં ગહન તપાસા હાથ ધરી છે. ફતેગંજ પોલીસ મુજબ ભાવેશભાઈ રજનીકાંત પટેલ (રે.માણેજા)ને ઇન્ટરનેટના માધ્મથી જાણવા મળ્યું હતું કે કે.સી.હોલીડેઝ કંપની વિદેશની ટુરનું આયોજન કરે છે અને તેની ઓફિસ ટીપી.13,છાણી જકાતનાકામાં છે.

26-7-20ના રોજ ભાવેશ પટેલે ઓફિસમાં વિક્રમ કારેલીયાનો સંપર્ક થતાં કારેલીયાએ જણાવ્યું કે સંસ્થા એડવાન્સ બુકીંગમાં થાઈલેન્ડ, દુબઇ લોકોને ટૂર પર મોકલે છે. જેથી ભાવેશ પટેલે ટુર બુક કરાવી કંપનીમાં રૂા.80,00 ટ્રાન્સફર કર્યા હતા. 30-9-22ના રોજ મીડીયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે કે.સી.હોલીડેઝ કંપનીની અમદાવાદ ઓફિસ બંધ થઇ છે જેથી વડોદરાની ઓફિસની તપાસ કરાવતાં તે પણ બંધ હોવાનું જણાયું હતું.

વડોદરા ઓફિસે અનેક લોકો ભેગા થયા હતા. ત્યાં જાણવા મળ્યું હતું કે ‘કે.સી.હોલીડેઝનો માલિક કિરણ ચૌહાણ કંપની બંધ કરી નાસી ગયો છે. ભાવેશ પટેલની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવેશ પટેલ ઉપરાંત પવિત્રા શાહ, નિકિતા શાહ, હિમાંશુ વ્યાસ, નીલેશ પેથાણી ચિંતન દવે, મયુર વૈદ્યએ પણ નાંણા ગુમાવ્યા હતા. તમામે રૂા.15.96 લાખ ગુમાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે.

અન્ય સમાચારો પણ છે...