તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડવોકેટનો આક્રોશ:BCA ગ્રાઉન્ડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન પદેથી કૌશિક ભટ્ટનું રાજીનામું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસ બેરર દ્વારા અમને સાઇડ ટ્રેક કરી દેવાયા
  • હોદ્દેદારોની મનમાનીથી કંટાળી નિર્ણય લીધો, પ્રમુખને પત્ર લખી જાણ કરી

બીસીએની ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેનપદેથી ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટે રાજીનામું આપી દીધું છે. એડવોકેટ કૌશિક ભટ્ટે પ્રમુખને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે ગ્રાઉન્ડ-ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટિ ફકત બંધારણીય કમિટિ છે. રોજ બરોજની પ્રવૃતિમાં કમિટિની કોઈ જ ભુમિકા નથી. મારી અને કમિટી સભ્યોની પ્રબળ લાગણી છે કે ઓફિસ બેરર દ્વારા અમને સાઇડટ્રેક કરવામા આવ્યા છે અને અમારી ઉપેક્ષા કરવામાં આવી છે. જેથી કમિટિના ચેરમેન પદેથી હું રાજીનામું આપું છું.

બીસીએના ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું હતું કે સબ કમિટિની ભુમિકા મર્યાદિત હોય છે,કોઈ ગેરસમજ થઇ હશે એટલે આ નિર્ણય લીધો હશે. બીસીએની 81મી વર્ચ્યુલ એજીએમમાં તમામ ઠરાવો બહુમતીથી મંજૂર કરાયા હતા.લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ સી.કે.ઠાકરની અને ઓડિટર તરીકે મેસર્સ માલુ ભટ્ટ એન્ડ કંપનીની નિયુકતી કરાઇ હતી.

પોલો ગ્રાઉન્ડનું એમઓયુ કરાયું પણ કમિટીને જાણ જ ન કરાઇ
પોલો ગ્રાઉન્ડ પર એક ટીમ રમવા ગઇ ત્યારે ગ્રાઉન્ડના માણસોએ કહ્યું કે અહીં તમે રમી ન શકો,બીસીએને પુછવું પડે. ટીમે મારો સંપર્ક કર્યો જેથી આ અંગે જ્યારે મેં પ્રમુખ અને સેક્રેટરીનો સંપર્ક કર્યો ત્યારે મને કહેવાયું કે પોલો ગ્રાઉન્ડ માટે પોલોકલબ-બીસીએ વચ્ચે એમઓયું થયું છે. એટલે મેં કહ્યું કે અમને જાણ તો કરો. > કૌશિક ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...