તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તે રઝડતી ગાયનો જીવ બચાવ્યો:વડોદરામાં શિંગડાની અસહ્ય પીડાથી તરફડી રહેલી ગાયની 2 કલાક સુધી સર્જરી કરીને કરૂણા એમ્બ્યુલન્સની ટીમે નવજીવન આપ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરૂણા એમ્બ્યુલન્સની ટીમે ગાયની પીડા દૂર કરીને જીવ બચાવ્યો - Divya Bhaskar
કરૂણા એમ્બ્યુલન્સની ટીમે ગાયની પીડા દૂર કરીને જીવ બચાવ્યો
  • વડોદરા જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સની ટીમોએ એક વર્ષમાં 39,784 પશુઓની સારવાર કરી

રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે- ઇ.એમ.આર.આઇ.ના સહયોગથી વડોદરા જિલ્લામાં ચાલતી 1962 પશુ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા શિંગડાથી પીડિત ગાયનું ઓપરેશન કરી જીવતદાન આપ્યું હતું. કરુણા એમ્બ્યુલન્સ ટીમના જૈમિન દવેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 27 જૂનના રોજ બપોરે એક ગાય વડોદરાના સમા વિસ્તારમાં પીડાઇ રહી હોવાની જાણ થતાં તુરંત જ 1962 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. પોતાના શિગડાથી અસહ્ય પીડાથી પીડિત ગાયને જોઇ ટીમના સભ્યો ચોંકી ઉઠ્યાં હતા.

તાત્કાલિક સર્જરી થાય તો જ ગાય બચે તેમ હતી
ગાય છેલ્લા કેટલાક દિવસોથી પીડાતી હતી. સ્થળ પર પહોંચેલી ટીમના ડો. અનસૂલ અગ્રવાલ અને પાયલોટ અજીતભાઇએ ગાયની સ્થિતિ જોતાં ખબર પડી કે આ ગાયની સર્જરી જો તાત્કાલિક કરવામાં આવશે તો જ તેનો જીવ બચાવી શકાશે. તુરંત જ તેઓએ બીજી એનિમલ એમ્બ્યુલન્સના ડો. કુંજ પટેલ, પાઇલોટ ગૌતમભાઈ તથા બીજા ડો. સંદીપભાઈને સ્થળ પર બોલાવી લીધા હતા.

વડોદરા જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સની ટીમોએ એક વર્ષમાં 39,784 પશુઓની સારવાર કરી
વડોદરા જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સની ટીમોએ એક વર્ષમાં 39,784 પશુઓની સારવાર કરી

ગાયના શિંગડાનું 2 કલાક સુધી ઓપરેશન કરીને જીવ બચાવ્યો
દરમિયાન કરુણા એમ્બ્યુલન્સની બંને ટીમે ભેગા મળીને ગાયના શિંગડાનું ઓપરેશન 2 કલાક સુધી કરીને તેની પીડા દૂર કરીને અને તેનો જીવ કાળના મુખમાંથી છીનવી લીધો હતો અને ગાયનો જીવ બચાવ્યો હતો.

અત્યાર સુધીમાં અનેક પ્રાણીઓને જીવતદાન આપ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કાર્યરત કરુણા એમ્બ્યુલન્સની બંને ટીમના ડોક્ટર અને પાઇલોટ મળીને ગાયને નવજીવન આપનાર આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં અનેક પ્રાણીઓને જીવતદાન આપ્યું છે. આ કરુણા એમ્બ્યુલન્સ 108 એમ્બ્યુલન્સની જેમ કોરોના કાળમાં પણ રાત દિવસ કાર્યરત હતી. કોરોના કાળમાં GVK EMRI 108 એમ્બ્યુલન્સની ટીમો દ્વારા અનેક માનવ જિંદગી બચાવી હતી. તેજ રીતે GVK EMRI 1962 અમ્બ્યુલન્સની ટીમોએ મુગા પ્રાણીઓની જિંદગી બચાવી હતી.

GVK EMRI 1962 અમ્બ્યુલન્સની ટીમોએ મુગા પ્રાણીઓની જિંદગી બચાવી
GVK EMRI 1962 અમ્બ્યુલન્સની ટીમોએ મુગા પ્રાણીઓની જિંદગી બચાવી

કટોકટીમાં 2818 પશુની સારવાર કરાઇ
વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા. આ સેવા શરૂ થયાના માત્ર એક જ વર્ષ દરમિયાન કુલ 39,784 પશુઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં 36,966 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 2818 પશુની સારવાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...