રખડતા પ્રાણીઓની સારવાર:વડોદરા જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ-1962 એનિમલ હેલ્પલાઇને 4 વર્ષમાં 22,470 પશુઓના જીવ બચાવ્યા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ-1962 એનિમલ હેલ્પલાઈને ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે. - Divya Bhaskar
વડોદરા જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ-1962 એનિમલ હેલ્પલાઈને ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે.
  • કરૂણા એમ્બ્યુલન્સ-1962 એનિમલ હેલ્પલાઈને આજે ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે

વડોદરા જિલ્લામાં અબોલ પશુઓ માટે જીવાદોરી ગણાતી અને ગુજરાત પશુપાલન વિભાગના સંલગ્નથી ચાલતી GVK EMRI કરૂણા એમ્બ્યુલન્સ-1962 એનિમલ હેલ્પલાઇનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. વડોદરા જિલ્લામાં આ કરૂણા એમ્બ્યુલન્સ એનિમલ હેલ્પલાઇન દ્વારા વડોદરા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં 22,470 પશુઓના જીવ બચાવ્યા છે.

4 વર્ષ પહેલા કરૂણા એમ્બ્યુલન્સ શરૂ કરાઇ હતી
અબોલ પ્રાણીઓની સંવેદના સાથે સેવા કરવી એ ભારતીય સંસ્કૃતિની આગવી પરંપરા રહી છે. રાજ્ય સરકાર આવા પશુઓની સારવાર માટે એનિમલ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં ફરતી GVK EMRI અને ગુજરાત પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત સેવા કરૂણા એમ્બ્યુલન્સ-1962ને આજે ચાર વર્ષ પૂર્ણ થતાં નાયબ પશુ પાલન અધિકારી પી.આર. દરજીની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર આવા પશુઓની સારવાર માટે એનિમલ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે
રાજ્ય સરકાર આવા પશુઓની સારવાર માટે એનિમલ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે

22,470 રખડતા પશુની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી
ભૂતડીઝાંપાના ડો. નદીમ શેખ તેમજ વડોદરાની બંને કરૂણા એમ્બ્યુલન્સના ડો. અનસૂલ અગ્રવાલ, ડો. કુંજ પટેલ સાથે તેમના પાયલોટ ગૌતમભાઈ અને અજિતભાઈ અને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડો. રવિ રિન્કે કેક કાપી ઉજવણી કરી કરૂણા એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવી હતી. આ ચાર વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામા બંને કરૂણા એમ્બ્યુલન્સ ભેગા મળીને કુલ 22,470 બિન માલિકીના રખડતા પશુની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી હતી.

4 વર્ષ પહેલા કરૂણા એમ્બ્યુલન્સ શરૂ કરાઇ હતી
4 વર્ષ પહેલા કરૂણા એમ્બ્યુલન્સ શરૂ કરાઇ હતી

અત્યાર સુધીમાં અનેક પ્રાણીઓને જીવતદાન આપ્યું
વડોદરા શહેરમાં કાર્યરત કરુણા એમ્બ્યુલન્સની બંને ટીમના ડોક્ટર અને પાઇલોટ મળીને ગાયને નવજીવન આપનાર આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં અનેક પ્રાણીઓને જીવતદાન આપ્યું છે. આ કરુણા એમ્બ્યુલન્સ 108 એમ્બ્યુલન્સની જેમ કોરોના કાળમાં પણ રાત દિવસ કાર્યરત હતી. કોરોના કાળમાં GVK EMRI 108 એમ્બ્યુલન્સની ટીમો દ્વારા અનેક માનવ જિંદગી બચાવી હતી. તેજ રીતે GVK EMRI 1962 અમ્બ્યુલન્સની ટીમોએ પ્રાણીઓની જિંદગી બચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...