• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karuna Abhiyan Will Run In Vadodara City district From January 10 To 20, Seven Ambulance Vans Including Veterinarians Will Be On Foot.

ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાન:વડોદરા શહેર-જિલ્લામાં 10થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન ચાલશે, પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડે પગે રહેશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરવામાં આવી છે

વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર માટે GVK EMRIની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ ફરતા દવાખાનાની ટીમ ઘાયલ પક્ષીઓને સારવાર આપશે. ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડે પગે રહેશે.

રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર વર્ષ ની જેમ આ વખતે પણ તા.10 જાન્યુઆરીથી તા.20 જાન્યુઆરી દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકસાન ના થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા વડોદરા અલગ અલગ જગ્યા બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાશે.

એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. જેમાં કોઈ વ્યક્તિ જો કોઈ પક્ષીને લઈને આ કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને પક્ષીનો અમૂલ્ય જીવ બચવામાં આવશે. વડોદરા જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા અત્યાર સુધીમાં 24841 બિનવારસી અને બિન માલિકીના પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ફરતું પશુ દવાખાના (MVD) ની કુલ 17 એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. જેમાં માલિકીના 81,894 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...