તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ ચિઠ્ઠીનું ઘૂંટાતું રહસ્ય:વડોદરામાં ધારાસભ્ય સહિત 11ના ટોર્ચરથી કરજણનો યુવક ચિઠ્ઠી લખી ગુમ, લખ્યું - નદીમાં કૂદીને આત્મહત્યા કરું છું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કરજણના ગુમ યુવકની ચિઠ્ઠી વાઇરલ થઇ હતી, જેમાં ધારાસભ્ય, તેના પુત્ર સહિત 11 લોકોને મારા મોત માટે જવાબદાર ગણજો એવો ઉલ્લેખ કરાયો છે, જેને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે, જેમાં નદી પાસેથી યુવાનનું બાઇક મળી આવ્યું હતું. જોકે યુવાન ગુમ થયો છે કે આત્મહત્યા કરી છે એ અંગે રહસ્ય અકબંધ છે. બીજી તરફ કરજણના પીઆઇ એમ.એ.પટેલે જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરાઇ રહી છે, પરંતુ નદીમાંથી કોઇ મૃતદેહ હજુ સુધી મળ્યો નથી.

ગુમ થતાં પૂર્વે યુવકે લખેલી ચિઠ્ઠીના અંશો
‘હું હિતેશભાઇ જાતે આ ત્રાસ લખીને આપું છે. આજથી મારી જિંદગીમાંથી મુક્ત થાઉં છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખૂબ દબાણ કર્યું છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના હિસાબે બંધ છે, એટલે બધાને રહી દીધું કે મારાથી પૈસા હમણાં નહિ બને, પણ કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરાન કેમ કરવા લાગ્યા. આજે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો અને હવે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી બદનામી સહન નહિ થાય.

હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેમનાં નામ લખું છે એ જવાબદાર છે. મુકેશભાઇ રણછોડ લીલોડ, કેયૂરભાઇ મુકેશભાઇ લીલોડ, પટ્ટભાઇ અશોકભાઇ લીલોડ, મિલનભાઇ ભરૂચ, પ્રેસવાળા-રાજુભાઇ વેમરડી આ લોકોના ટોર્ચરથી હું આત્મહત્યા કરવા મજૂર થયો છું એમાં જે લોકોએ મારી ઇજજત બગાડી એમના નામ પણ આપું છું મોસીનભાઇ રસીદભાઇ લીલોડ, ફેજુદ્દીન રસુલભાઇ નકુમ લીલોડ, રફિકભાઇ નકુમ લીલોડ, નાગજીભાઇ પટેલ લીલોડ, આ બધું કામ મને ખબર છે કોણે કરાવ્યું ખાસ મેઇન વ્યક્તિ છે, અક્ષય પટેલ લીલોડ, રૂષી પટેલ લીલોડ, હું આજથી નદીમાં કૂદીને મારી આત્મહત્યા કરું છું, જેના જવાબદાર આ બધા જ હશે... આવું કોઇ સીધી વ્યકિત જોડે ના થાય એ માટે તમે કડક પગલાં લેવા વિનંતી. જય શ્રી રામ. નર્મદે હર હર નર્મદા. હું પોતે લિ.હિતેશભાઇ એન.વાળંદ આજથી આત્મહત્યા કરું છે.’

અન્ય સમાચારો પણ છે...