કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી:કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો 16,409 મતથી વિજય, કોંગ્રેસના ઉમેદવારે અક્ષય પટેલ નહીં પણ પ્રદિપસિંહ જાડેજાની જીત ગણાવી

વડોદરાએક વર્ષ પહેલા
  • કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ સોલંકી સતત પાછળ ચાલી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણીની ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો 16,409 મતથી વિજય થયો છે. આમ ભાજપે કોંગ્રેસ પાસેથી કરજણ બેઠક આંચકી લીધી છે. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને 76,831 મત અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 60422 મત મળ્યા હતા. જોકે, 15થી 18 રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવારની લીડમાં 5861 મતનો ઘટાડો થયો હતો. જોકે 19થી 29માં રાઉન્ડમાં ભાજપની લીડમાં 10,808 મતની લીડ વધી ગઇ હતી, જેથી કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા. વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યો, શૈલેષ મહેતા અને કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યો મત ગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને કરજણ બેઠક પર ભાજપની જીતની ઉજવણી કરી હતી.

આ મારી જીત નથી મારા મતદારો અને કાર્યકરોની જીત છેઃ અક્ષય પટેલ
કરજણ બેઠકના ભાજપના વિજયી ઉમેદવાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, સરકારે કરેલા કામોના કારણે પ્રજાએ મને મત આપીને મને વિજયી બનાવ્યો છે. આ મારી જીત નથી મારા મતદારો અને કાર્યકરોની જીત છે. હવે અધૂરા રહેલા તમામ કામો હું પૂર્ણ કરીશ.

અમારા કાર્યકરોને ડરાવવામાં આવ્યા છે અને ધમકાવવામાં આવ્યા હતાઃ કિરીટસિંહ જાડેજા
કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકરોને ડરાવવામાં આવ્યા છે અને ધમકાવવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસમાં તેઓએ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને રૂપિયા વહેંચ્યા હતા. ગરીબ મતદારો લોભ અને લલચમાં આવી ગયા હતા અને મતદારોનો આભાર માનીએ છીએ. આ ચૂંટણી પ્રદિપસિંહ અને કિરીટસિંહ સામે હતી. અક્ષય પટેલ પિક્ચરમાં હતા જ નહીં. આ પ્રદિપસિંહ જાડેજાની જીત છે. તેમના કારણે જ તેઓને જીત મળી છે.

માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝ પહેરીને ગણતરી
મત ગણતરી કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ અને ઉમેદવારો, તેમના એજન્ટ સહિત તમામ માસ્ક પહેરવુ અનિવાર્ય છે. EVMની મતગણતરી માટે 2 અને પોસ્ટલ મતોની ગણતરી માટે 1 મળીને કુલ ત્રણ ખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે એક ખંડમાં 7 અને બીજા ખંડમાં 4 તેમજ ટપાલ મતવાળા ખંડમાં 2 ટેબલ રાખવામાં આવ્યા છે. CCTV અને વિડિયોગ્રાફીની નજર હેઠળ ગણતરી કરવામાં આવશે. સેનેટાઇઝેશન તેમજ માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝ પહેરીને ગણતરી કરનારાઓ મતગણના કરી રહ્યા છે.

વડોદરાની પોલીટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ
વડોદરાની પોલીટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ

મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લાવવાની મનાઈ
આરોગ્ય તંત્ર દ્વારા મત ગણતરી સ્થળના પહેલા પ્રવેશ દ્વારે બે ટીમો રાખવામાં આવી છે, જે થર્મલ ગનથી શરીરના તાપમાનની અને પલ્સ ઓક્સિમિટરથી ઓક્સિજન લેવલની ચકાસણી કરે છે. દરેકે માસ્ક પહેરીને જ આવવાનું છે અને અંદર પણ પહેરી રાખવાનું છે. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લાવવાની મનાઈ છે. આર.ઓ.દરેક રાઉન્ડમાં મળેલા મતો ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવાની સાથે તેનું જાહેર પ્રસારણ કરાવશે.

ટ્રાફિક ડાઇવર્ટ કરતા રસ્તા સુમસામ બન્યા
ટ્રાફિક ડાઇવર્ટ કરતા રસ્તા સુમસામ બન્યા

મુખ્ય પ્રવેશ દ્વારા નજીક વિશાળ લેડ સ્ક્રીન મૂકવામાં આવી છે
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચનાથી પરિણામોની જાણકારી સરળતાથી મળી રહે તે માટે પોલિટેકનિક ખાતેના મત ગણતરી કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વારે 12 બાય 10નો વિશાળ લેડ સ્ક્રીન મૂકવામાં આવી છે. આર.ઓ. દ્વારા ગણતરીના પ્રત્યેક રાઉન્ડની જે વિગતો અપલોડ કરવામાં આવશે. તે આ સ્ક્રીન પર જોઈ શકાશે. જેના પગલે મત ગણતરીમાં પ્રગતિ અને ઉમેદવારોને મળેલા મતની સ્થિતિ કેન્દ્રની બહાર પણ સરળતાથી જોઈ શકાશે

અર્ધ લશ્કરી દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણનાની વ્યવસ્થા કરાઈ
અર્ધ લશ્કરી દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણનાની વ્યવસ્થા કરાઈ

ટ્રાફિક નિયમન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થશે મત ગણતરી
આજે પોલીટેકનિક કોલેજ ખાતે શહેર અને જિલ્લા પોલીસ તેમજ મત ગણતરી કેન્દ્રના અંદરના ભાગે અર્ધ લશ્કરી દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણનાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...