બાળકી સાથે અડપલા:વડોદરામાં ભાજપ કાર્યકર એવા કરાટે ક્લાસના ટીચરે 12 વર્ષની બાળકીના શરીર પર તેલની માલિસ કરીને અડપલાં કર્યાં, ધરપકડ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મકરપુરા પોલીસે વિકાસ સોઢીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી - Divya Bhaskar
મકરપુરા પોલીસે વિકાસ સોઢીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
  • મકરપુરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી
  • આરોપી ભાજપાનો કાર્યકર છે

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 12 વર્ષીય બાળકીને કરાટે ક્લાસના ટીચરે શારીરિક અડપલાં કર્યાં હોવાની ઘટના સામે આવી છે. બાળકીએ ઘરે જઇને સમગ્ર ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી. ક્લાસના ટીચરે તેલ દ્વારા બાળકીના શરીર ઉપર માલીસ કરીને અડપલાં કર્યાં હતા. આરોપી ભાજપાનો કાર્યકર હોવાની વિગત બહાર આવી છે.

બાળકીને માતા-પિતાને સમગ્ર ઘટના વર્ણવી
વડોદરાના મકરપુરા વિસ્તારના નોવિનો-તરસાલી રોડ ઉપર આવેલી ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં ભાડે મકાન લઇને ક્લાસિસ ચલાવતા ક્લાસિસ ટીચર વિકાસ સોઢીને ત્યાં 12 વર્ષીય બાળકી કરાટે શિખવા માટે આવતી હતી. કરાટે ક્લાસિસના ટીચરે બાળકીને શારીરિક અડપલાં કર્યાં હતા. ભોગ બનનાર બાળકીને લઇને તેના માતા-પિતા મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી. મકરપુરા પોલીસે વિકાસ સોઢીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાનો હાથ પકડી શારિરીક અડપલાં કર્યાં
બીજા એક બનાવમાં વડોદરા શહેર નજીકના ગામમાં મહિલાનો હાથ પકડી શારિરીક અડપલાં કરી બદનામ કરવાની ધમકી આપ્યા બાદ પ્રેમ સબંધ રાખવા દબાણ કરનારા શખસ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી નજીકનો સગો હોવાથી મહિલાએ કોઇને વાત ન કરી
35 વર્ષીય મહિલાએ પોલીસમાં રાજ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના નજીકના સબંધીના પુત્ર રાજે ત્રણ વખત મહિલાને અડપલાં કર્યા હતા. નજીકનો સગો હોવાથી મહિલાએ કોઇને વાત કરી ન હતી. દોઢ મહિના પહેલાં તેના પતિને મેસેજ પણ કર્યો હતો. જેથી તમામને જાણ થઇ હતી. ત્યારબાદ પણ રાજે બુમાબુમ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...