ધરપકડ:રિકવરીના નામે વાહનચાલકો સાથે દાદાગીરી કરતો કરણ સિંધા પકડાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરાના યુવકે ફરિયાદ નોંધાવી હતી : આગોતરા લઇ પોલીસમાં હાજર
  • બાઇક રોકડેથી લીધું હોવા છતાં લોન બાકી હોવાનું કહી ધમકી આપી હતી

તાજેતરમાં કરજણ હાઇવે પર લોન રિકવરીના નામે દાદાગીરી કરી ડિફોલ્ટરનાં વાહનો સિઝ કરતા કરજણના કરણ સિંધા અને તેના સાગરીતોએ યુવકે બાઇક રોકડેથી લીધું હોવા છતાં હપ્તા બાકી હોવાનું જણાવી દાદાગીરી કરીને મારી નાખવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કર્યું હતું.

આજવા રોડ કિશનવાડીમાં રહેતા મિતેશ વિમલભાઇ તડવીએ કરજણ પોલીસમાં કરણસિંહ સિંધા, જયદીપસિંહ સિંધા અને પ્રતિક ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ન્યૂઝ પેપરમાં કામ કરે છે. ગત 7 તારીખે તે બાઇક લઇને તેના મિત્ર સાથે મિયાગામથી કરજણ આવી રહ્યો હતો અને તેમની સાથે બીજા પત્રકારો પણ અન્ય બાઇક પર હતા. તે સમયે બાઇક પર બે અજાણ્યા શખ્સોએ આવીને ઊભા રહો તેવી બૂમ પાડી હતી, પણ તેણે બાઇક ઊભી રાખી ન હતી.

જોકે આ બાઇક ચાલકોએ પીછો કરીને જલારામ ચોકડી પાસે ઊભા રાખ્યા હતા અને બંને પૈકી એકે તેનું નામ પ્રતિક અને બીજાએ જયદીપસિંહ હોવાનું જણાવી તમારી બાઇકના હપ્તા બાકી છે તેમ કહ્યું હતું. જેથી મિતેશે મેં બાઇક રોકડેથી લીધું છે તો હપ્તા ક્યાંથી બાકી હોય તેમ કહેતાં બંનેએ બોલાચાલી કરી બોલાવાયેલા શખ્શે કહ્યું હતુંકે હું કરણસિંહ સિંધા છું અને કરજણ તાલુકામાં જેના હપ્તા બાકી હોય તેવાં વાહનો સીઝ કરવાનું કામ કરીએ છીએ, તેમ કહ્યું હતું. જોકે યુવકે પોતે મીડિયાકર્મી હોવાનું કહેતાં કરણ સિંધાએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, તું પત્રકાર એટલે મોટો દાદો થઇ ગયો છે અને ત્રણેય જણાએ તેનું જાતિવિષયક અપમાન કર્યું હતું અને મારવા માટે હાથ ઉગામ્યો હતો. કરણ સિંધા સહિતની ત્રિપુટીએ હવે પછી કરજણમાં દેખાતો નહીં, તારાં ટાટિયાં ભાગી નાખીશું તેમ કહી ધમકી આપી હતી. કરણ સિંધા કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી હાજર થતાં તેની સામે અટકાયતી કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...