વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:'કાનજી મોકરિયાને અમારી હોટલ સાથે કોઇ લેવાદેવા નથી, તેમના કોઇપણ કૃત્ય સાથે અમે સંકળાયેલા નથી', હોટલ હાર્મનીના સંચાલકોનો ખુલાસો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોટલ હાર્મનીના સંચાલકોએ તેઓ કાનજી મોકરીયા સાથે સંકળાયેલા ન હોવાનો ખુલાસો કર્યો છે - Divya Bhaskar
હોટલ હાર્મનીના સંચાલકોએ તેઓ કાનજી મોકરીયા સાથે સંકળાયેલા ન હોવાનો ખુલાસો કર્યો છે
  • આરોપી કાનજી મોકરિયાએ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપી રાજુ ભટ્ટને મદદ કરવા માટે નંદન કુરીયરના સંચાલક કાનજી મોકરીયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેઓ હોટલ હાર્મની સાથે સંકળાયેલા હોવાની લોકોમાં માન્યતા હતી. જોકે, આજે હોટલ હાર્મની દ્વારા સમાચારપત્રોમાં જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે કે, કાનજીભાઇ અરજનભાઇ મોકરીયા (રહે, ફોર્ચ્યુન એમ્પાયર, અલકાપુરી, વડોદરા) હોટલ સાથે સંકળાયેલા નથી.

કાનજી મોકરિયાએ રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી
19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસ મથકમાં ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અત્યાર સુધીની તપાસમાં પોલીસ દ્વારા આરોપી રાજુ ભટ્ટ અને તેને ભાગવામાં મદદ કરનારા કાનજી મોકરીયાની ધરપકડ કરી હતી. રાજુ ભટ્ટે વિવિધ જગ્યાઓ પર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે પૈકી એક જગ્યા સ્ટેશન પાછળ આવેલી હોટલ હાર્મની પણ હતી.

આરોપી કાનજી મોકરિયાએ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી
આરોપી કાનજી મોકરિયાએ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી

રિકન્સ્ટ્રક્શનમાં હોટલ હાર્મનીમાં રાજુ ભટ્ટને લઇ જવાયો હતો
રાજુ ભટ્ટની ધરપકડ બાદ સમગ્ર ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન હોટલ હાર્મનીમાં આરોપી રાજુ ભટ્ટને લઇ જવામાં આવ્યો હતો. કાનજી મોકરીયા હોટલ હાર્મની સાથે સંકળાયેલો હોવાની પ્રબળ લોકચર્ચાએ સ્થાન પણ લીધું હતું.

હોટલ હાર્મનીએ જાહેર ખુલાસો આપ્યો
જોકે, આજે સમાચાર પત્રોમાં હોટલ હાર્મનીએ જાહેર ખુલાસો આપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કાનજીભાઇ અરજનભાઇ મોકરીયા (રહે- ફોર્ચ્યુન એમ્પાયર, અલકાપુરી, વડોદરા)એ હોટલ હાર્મનીની ભાગીદારી પેઢીમાંથી ભાગીદારી પેઢીમાં જણાવેલી શરતો વિરૂદ્ધ પોતાનો હિસ્સો 06/01/20 ના અન્યનના નામે ગેરકાયદેસર એસાઇન કરેલ છે. અને તેઓ હોટલ હાર્મની સાથે સંકળાયેલા નથી. તેઓ દ્વારા કરવામાં આવેલ કોઇ પણ કૃત્ય માટે હોટલ હાર્મની ભાગીદાર પેઢી અથવા અન્ય ભાગીદારો કે વ્યવસ્થાપક કોઇ પણ રીતે તેઓના કોઇ પણ કૃત્યમાં સંકળાયેલા નથી કે, જવાબદાર નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

હોટલ હાર્મનીના સંચાલકોનો ખુલાસો
હોટલ હાર્મનીના સંચાલકોનો ખુલાસો

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યાં હતા
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી શહેરના સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અશોક જૈન અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાની ધરપકડ કરી હતી. જોકે, આરોપી અશોક જૈન હજી સુધી ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...