કાર્યવાહી:કમાટીબાગ ઝૂના કર્મીએ 50 હજારનો ભંગાર વેચી માર્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • જૂનાં પાંજરાં, જાળી, એંગલો વગે કરાઈ હતી
  • સસ્પેન્ડેડ ડ્રેસર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

કમાટીબાગમાં 9 વર્ષથી ડ્રેસર કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા કર્મચારીએ પક્ષીઘર પાછળ મૂકેલા સમાનની ચોરી કરી હતી.કમાટીબાગ ઝૂ ક્યૂરેટરે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, પક્ષીઘરની પાછળ જૂનાં પાંજરાં, જાળી અને એંગલો સહિતનો ભંગાર મૂકાયો હતો. 15 દિવસ અગાઉ તેઓએ સ્થળની મુલાકાત લેતાં ભંગાર ઓછો જણાયો હતો.

જેથી તપાસ કરતાં તેમની ઓફિસમાં નોકરી કરતા ડ્રેસર કમ્પાઉન્ડર નરેન્દ્રસિંહ જશરાજસિંહ ઝાલાએ ભંગાર ચોરી કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે તેઓએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને જણાવ્યા બાદ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેણે કમાટીબાગમાંથી 50 હજારનો ભંગાર વગે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સપાટી પર આવતાં પાલિકાના ઉચ્ચ અધકારીએ નરેન્દ્રસિંહ ઝાલાને 2 દિવસ પહેલાં જ સસ્પેન્ડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...