નવિનીકરણ:કેવડિયા કરતાં આકર્ષક ડિઝાઇન સાથે કમાટીબાગ ઝૂ તૈયાર કરાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 કરોડને ખર્ચે થતી ઝૂની કામગીરી પૂર્ણતાના આરે
  • 4 કરોડના ખર્ચે પશુ-પક્ષીના બ્રીડિંગ માટેની વ્યવસ્થા કરાશે

કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયની કામગીરી 2 વર્ષ બાદ હવે પૂર્ણતાની આરે છે. ટૂંક સમયમાં કેવડિયાના પ્રાણી સંગ્રહાલય કરતાં વધુ આકર્ષક ડિઝાઇન સાથે ઝૂ તૈયાર થશે. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન પ્રમાણે 3 તબક્કામાં બનાવાઈ રહ્યું છે, જેમાં 25 કરોડનો ખર્ચ થનાર છે. જેમાં પ્રથમ બે તબક્કાનું કામ પૂર્ણ થવાના આરે છે. પ્રથમ તબક્કામાં મોટાં પ્રાણી-પક્ષી માટે હોસ્પિટલ બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું. જેની પાછળ 6 કરોડનો ખર્ચ થયો હતો.

બીજા તબક્કામાં વિદેશ જેવું પક્ષીઘર બનાવવાનું આયોજન હતું, જે 2018માં શરૂ થયું હતું અને ટૂંક સમયમાં પૂર્ણ થશે. ત્રીજા તબક્કામાં 4 કરોડના ખર્ચે પક્ષી અને પ્રાણીઓના બ્રીડિંગ માટેની વ્યવસ્થા તેમજ નવીન ફુડ સ્ટોર બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના ઝૂ ક્યુરેટરની બેઠકમાં વડોદરાના ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ 10થી વધુ અધિકારીઓએ ઝૂની મુલાકાત લઈ કેવડિયા કરતાં વધુ સુવિધાપૂર્ણ ઝૂ બનાવ્યું હોવાનું જણાવી કોર્પોરેશને તૈયાર કરેલી ડિઝાઇન પણ માગી હતી.

વૃક્ષો કાપ્યા વિના પક્ષીઘરની ડિઝાઈન બનાવાઈ
નવી ડિઝાઈન પ્રમાણે કમાટીબાગનાંઅનેક વૃક્ષો કાપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે વૃક્ષો યથાવત્ રહે અને જંગલ જેવું વાતાવરણ રહે તેવું આયોજન કરાયું હતું. સાથે પક્ષી ઘરમાં જે સયાજીરાવ ગાયકવાડે જે પીંજરું બનાવ્યું હતું તે યાદગીરી માટે યથાવત રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...