શી ટીમનો સપાટો:વડોદરાના કમાટીબાગમાં સાદાવેશમાં જતી મહિલા પોલીસને બીભત્સ ચેનચાળા કરનાર ઝડપાયો, 15 દિવસમાં 18 રોમિયો પકડાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બીભત્સ ચેનચાળા કરનારને શી ટીમે ઝડપી પાડ્યો હતો - Divya Bhaskar
બીભત્સ ચેનચાળા કરનારને શી ટીમે ઝડપી પાડ્યો હતો
  • કમાટીબાગમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની શી ટીમની મહિલા પોલીસકર્મીને બીભત્સ ચેનચાળા કર્યા હતા
  • બાગ-બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હોસ્ટેલ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર માર્ગો પર શી ટીમની વોચ

વડોદરા શહેરના વેક્સિને ગ્રાઉન્ડમાં યુવતી પર ગેંગરેપની ઘટનામાં આરોપી હજુ પકડથી દૂર છે. ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે વડોદરા પોલીસ સક્રિય બની છે. ત્યારે આજે સયાજીગંજ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મી કમાટીબાગમાં તૈનાત હતી. આ દરમિયાન રાજુભાઇ હરમનભાઇ પટેલ (રહે. વાડી ટાવર પાસે, બેંક ઓફ બરોડાની ગલી, વડોદરા)એ ઝાડની પાછળ ઊભા રહી મહિલા પોલીસકર્મીને બીભત્સ ચેનચાળા કરતો હતો. જેને મહિલા પોલીસકર્મીએ ઝડપી લીધો હતો. છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરમાં 18 રોમિયોને પકડી પાડ્યા છે.

વડોદરામાં શી ટીમે 15 દિવસમાં 18 રોમિયોને પકડી પાડ્યા
મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરાયેલી ઝૂંબેશમાં શી ટીમે છેલ્લા 15 દિવસમાં 18 રોમિયોની ધરપકડ કરી છે. શી ટીમ શહેરના વિવિધ વિસ્તારના બાગ-બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હોસ્ટેલ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર માર્ગો પર સાદાવેશમાં તૈનાત રહે છે. આ દરમિયાન મહિલાઓને બિભત્સ ઇશારા, અસ્લીલ કોમન્ટ, સીટી મારીને છેડતી કરતા રોમિયોની ધરપકડ કરવામાં આવે છે.

બીભત્સ ચેનચાળા કરનારને પોલીસ સ્ટેશન લઈ જવાતા મેથીપાક ચખાડાયો હતો
બીભત્સ ચેનચાળા કરનારને પોલીસ સ્ટેશન લઈ જવાતા મેથીપાક ચખાડાયો હતો

ગઈકાલે અભદ્ર ઇશારો કરતો ટપોરી ઝડપાયો હતો
વડોદરામાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી કરતાં અસામાજિક તત્ત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ દ્વારા ખાનગી વેશમાં હાજર રહી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં શહેરના નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે મહિલા પોલીસ સાદા વેશમાં પસાર થતી હતી ત્યારે એક ટપોરીએ તેને જ હાથથી અભદ્ર ઇશારો કર્યો અને પકડાઇ ગયો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અને એનો વીડિયો ઉતાર્યો હતો.

શી ટીમે બીભત્સ ચેનચાળા કરનાર શખસને દબોચી લીધો હતો
શી ટીમે બીભત્સ ચેનચાળા કરનાર શખસને દબોચી લીધો હતો

18મી ડિસેમ્બેર જ 3 રોમિયોને દબોચી લીધા હતા
અવાવરા રસ્તા પર જતી યુવતીઓને સીટી મારી હેરાન કરવાની અને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદો પાણીગેટ પોલીસને મળી હતી. પાણીગેટ પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં ત્રણ દિવસની મહેનત બાદ બાઇક પર આવેલા ત્રણ રોડ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પોલીસે છેડતી કરતા રોડ રોમિયો પાસે રીક્રિએશન કરાવ્યુ હતું. મળેલી માહિતી મુજબ પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલી વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારની યુવતીઓની છેડતી થતી હોવાની ફરિયાદ વારંવાર પોલીસ મથક સુધી પહોંચી હતી. જે બાદ પોલીસે આવા રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનોની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે ત્રણ દિવસથી સતત મહેનત કરવા છતાંય પોલીસને સફળતા મળી ન હતી.