તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:કૈલાસ જાદવે ટ્રેનરને 10.49 લાખ પગાર ન આપી ઠગાઇ, એલાઇવ્ઝ જિમના ટ્રેનરોની ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સવગડ ન હોવાનું કહી વેતન નહોતું આપ્યું

રેસકોર્સમાં મોનાલીસા સેન્ટરમાં એલાઇવ્ઝ જિમ એન્ડ ફિટનેસ સેન્ટરના કૈલાસ જાદવે જિમના ટ્રેનરોને 10.49 લાખ પગાર ન આપી ઠગાઇ કરી હોવાની ફરિયાદ ગોરવા પોલીસમાં નોંધાઈ હતી. રેસકોર્સના મોનાલીસા સેન્ટરમાં આવેલા એલાઇવ્ઝ જિમ એન્ડ ફિટનેસ સેન્ટરના માલિક કૈલાસ સુભાશચન્દ્ર જાદવ સામે જીમના ટ્રેનર મહંમદ તસ્લીમ યુનુસ પટેલે ગોરલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે એલાઇવ્ઝ જિમમાં 2015થી 2020 સુધી ટ્રેનર હતો.

તેમની સાથે વિન્ની ગજાનંદ નિમસે, સાજીદખાન હુસેનખાન પઠાણ, સોહલ ગુલામભાઇ પટેલ, સતિષ શિવાજી પવાર, નવાઝ મિર્ઝા, તોસીફ યુનુસ પટેલ, અમી માર્થક, નિલેશ મકવાણા, જય દરબાર, કેતન રાણા પણ ટ્રેનર તરીકે નોકરી કરતા હતા. ત્યારબાદ લોકડાઉન થતાં તેમને છુટા કરાયા હતા.

તેમની જાન્યુ.2020થી 20 માર્ચ, 2020 તથા 17-08-20થી 17-09-20 સુધીની સેલરી બાકી છે જે રૂા. 1,49,625 છે. આ બાબતે તેમણે કૈલાસ પાસે માગ કરતાં તેણે સગવડ નથી, થોડા દિવસમાં આપી દઇશું, તેમ કહ્યું હતું. ત્યારબાદ જિમ ચાલુ થતાં તેમને અને અન્ય ટ્રેનરોને ધીમે ધીમે તમારી સેલેરી ચૂકવીશ તેમ જણાવ્યું હતું. તમામ ટ્રેનરના મળીને રૂા. 10.49 લાખ કૈલાસ જાદવે ન ચૂકવી ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો