પોસ્ટથી વિવાદ:NSUIના ગરબામાં વિદ્યાર્થીઓને કૈફ સૈયદનું આમંત્રણ,વિહિપ વિફર્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુભાનપુરામાં રાત્રી બીફોર નવરાત્રીના પાસ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ
  • AGSU, VVS, આઇશાના ગરબામાં પણ લઘુમતીની પોસ્ટથી વિવાદ

એનએસયુઆઇ આયોજિત રાત્રી બીફોર નવરાત્રીમાં વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાસ લેવા માટે સંપર્ક કરવાની પોસ્ટ કરતાં વિવાદ થયો છે. સુભાનપુરામાં મા શક્તિ ગરબા ગ્રાઉન્ડ પર બીફોર નવરાત્રીનું આયોજન 25 સપ્ટેમ્બરે કરાયું છે. એમ.એસ.યુનિના વિદ્યાર્થી સંગઠનો રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન કરી રહ્યાં છે.

NSUIના આગેવાન કૈફ સૈયદે સોશિયલ મિડિયામાં પાસના આમંત્રણ સાથે પોતાનો મોબાઇલ નંબર પણ શેર કર્યો છે. VHPના મંત્રીએ સુભાનપુરા વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેનો સંપર્ક કરી હકીકત જણાવતાં રાજેશ આયરેએ જણાવ્યું કે, વીએચપીના મંત્રીનો ફોન આવ્યો હતો કે કૈફ સૈયદ નામના વિધર્મી યુવાને ગુજરાત હાઉસિંગ બોર્ડ, સમતા ખાતે રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન કર્યું છે. આયોજક સાથે વાત કરીને વિધર્મી આ પ્રકારનું આયોજન ના કરે તે માટે વાત કરી છે. તેમણે વિધર્મી આયોજન નહિ કરે તેવી ખાતરી આપી હતી.

વિદ્યાર્થીઓના ગરબામાં ભેદભાવ નથી : પ્રમુખ
વિદ્યાર્થીઓના ગરબામાં ભેદભાવ નથી. વિધર્મી માત્ર મેસેજ મોકલે છે. ગણપતિમાં પણ અન્ય ધર્મના લોકો સ્વાગત કરે છે. રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન NSUI કરે છે.
> વ્રજ પટેલ, પ્રમુખ, એનએસયુઆઇ

મને ખબર નથી, તપાસ કરું છું : આયોજક
NSUI આયોજિત ગરબામાં વિધર્મીએ પાસ વહેંચવા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતાં આયોજક અજય કપૂરને પૂછતાં તેમણે કહ્યું કે, જાણકારી નથી. તપાસ કરીને જણાવું છું. બાદમાં સંપર્ક થઇ શક્યો નહતો.

કોઇ પ્રકારના ગરબામાં વિધર્મીને નહીં ચલાવી લેવાય
અમને પોસ્ટ આવી હતી જેમાં કૈફ સૈયદે રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન કર્યું હોવાનું જણાતું હતું. તેણે વિદ્યાર્થીઓને મફત પાસ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. અમે રાજેશ આયરેને હકીકત જણાવી હતી. કોઇ પણ ગરબા હોય વિધર્મી આયોજનમાં હોય તે ચલાવાશે નહિ. > વિજય ભાવસાર, પ્રાંત મંત્રી, કિશનવાડી

યુનિવર્સિટીના અન્ય સંગઠનોના ગરબામાં પણ આ જ ઘાટ
યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા જેવા કે એજીએસયુ, વીવીએસ, આઇશા આયોજિત રાત્રી બીફોર નવરાત્રીમાં પણ વિધર્મી યુવાનની પોસ્ટ વાઇરલ થઇ છે. જેના કારણે આ સંગઠનોના ગરબાના આયોજનમાં પણ વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...