તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:12 વિભાગ માટે નામજોગ હુકમ કરાતાં અધિકારીઓમાં કચવાટ, ધવલ પંડ્યાની બદલી થતાં ખાતાની સોંપણી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડ શૈલેષ નાયકને અને વ્હીકલપુલ વિભાગનો હવાલો અલ્પેશ મજમુદારને સોંપાયો

પાલિકાના ડેપ્યુટી કમિશનર ધવલ પંડ્યાની સુરત બદલી થતાં તેમના એક ડઝન ખાતાની વહેંચણી 6 અધિકારીઓ વચ્ચે કરાઇ છે. અલબત્ત પાલિકાએ અધિકારીઓના હોદ્દા જોગ ફાળવણી કરવાના બદલે નામજોગ કરાતાં કચવાટટ થયો છે. ડેપ્યુટી કમિશનર ધવલ પંડ્યા પાસે એક ડઝન ખાતાઓની સાથે પશ્ચિમ ઝોનના ડે.મ્યુ.કમિશનરનો પણ હવાલો હતો.આ વિભાગોની વહેંચણી છ અધિકારીઓ વચ્ચે કરતો હુકમ મ્યુ. કમિશનરની સહીથી જારી કરાયો છે.

જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને દબાણ-સિક્યુરિટીની જવાબદારી ઉત્તર ઝોનના ડે.કમિશનર શૈલેષ નાયકને, હાઉસિંગ અને પશ્ચિમ ઝોનના ડે.કમિ.ની જવાબદારી હવાલના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીને, યુસીડી, મધ્યાન ભોજનની જવાબદારી ડો દેવેશ પટેલને, આઇટી નોન ટેકનિકલની જવાબદારી આઇટીના મનીષ ભટ્ટને, વસ્તી ગણતરી, ચૂંટણી, ગુમાસ્તાધારા અને લીગલ ની જવાબદારી ડેપ્યુટી કમિશનર સુધીર પટેલને અને સંકલન તથા વેહીકલપુલ, સિટી બસ, મિકેનિકલ, વર્કશોપની જવાબદારી ડે.કમિ.અલ્પેશ મજમુદારને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...