તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વાસઘાતનું પરિણામ:વડોદરામાં જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ દુષ્કર્મ આચર્યું, સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયરનો આપઘાત, 2ની ધરપકડ

વડોદરા10 દિવસ પહેલા
  • દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં એક યુવકે ફાયદો ઉઠાવી રેપ કર્યો

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ એક મિત્રએ દુષ્કર્મ આચરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મોડી રાતે જ ગુનો નોંધી બે યુવકોની ધરપકડ
મળેલી માહિતી પ્રમાણે, આપઘાત પૂર્વે યુવતીએ પોતાની સાથે થયેલા ઘૃણાસ્પદ બનાવને બયાન કરતો વીડિયો બનાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એક્શનમાં આવેલી પોલીસે મોડી રાતે દુષ્કર્મનો ગુનો નોંધી યુવતી સાથે પાર્ટી કરનાર 19 વર્ષિય દિશાંત ઉર્ફ દિપક કહાર (રહે. 101, શિવમ એપાર્ટમેન્ટ, કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને 20 વર્ષિય નઝીમ ઇસ્માઇલરહીમ મિરઝા (રહે. ભાડવાડા, મારવાડી મહોલ્લો, ફતેપુરા, વડોદરા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ આપઘાત કર્યો
પોલીસસૂત્રો મુજબ, લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે દુપટ્ટાથી સવારે 10.30 વાગ્યાના સુમારે ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનોએ આ બનાવ આપઘાતનો નહીં, પણ ગેંગરેપનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઇ હતી.

આરોપી દિશાંત (ડાબે) અને તેના મિત્ર નઝીમની ધરપકડ કરવામાં આવી.
આરોપી દિશાંત (ડાબે) અને તેના મિત્ર નઝીમની ધરપકડ કરવામાં આવી.

યુવતીએ ભાન ગુમાવતાં મિત્રે જ રેપ કર્યો
પોલીસસૂત્રો મુજબ, વિદ્યાર્થિની શહેરના ઉત્તર વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જોકે તબીબી રિપોર્ટ હજી બાકી છે. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેમાં હકીકત બહાર આવી હતી કે 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત કહાર નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર રેપ કર્યો હતો.

વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારજનોએ રેપની આશંકા વ્યક્ત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારજનોએ રેપની આશંકા વ્યક્ત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

બે યુવકો અને યુવતી ભાગી ગયા હતા
સવારે યુવતીને ભાન આવ્યા બાદ દુષ્કર્મ થયું હોવાની ખબર પડી હતી. યુવતીને રાત્રે શું બન્યું એની ખબર પડતાં 2 યુવકો અને યુવતી ભાગી ગયાં હતાં. ડઘાઇ ગયેલી યુવતીએ તેના અન્ય મિત્રને કોલ કરી બનાવ અંગેની જાણ કરતાં મિત્રે તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ હતાશ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

પિતાના ઘરે આવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો.
પિતાના ઘરે આવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો.

બંને યુવકોએ રેપની ઘટનાને સમર્થન આપ્યું
આખરે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ઇપીકો કલમ 376, 306 અને 114 મુજબ ગુનો નોંધી દિશાંત કહાર અને નઝીર મિરઝા નામના યુવકની ધરપકડ કરી હતી. બંને યુવકોએ મંગળવારે રાત્રે બનેલી ઘટનાને સમર્થન આપ્યું હતું. પોલીસે મહેફિલમાં હાજર યુવતીની શોધખોળ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીએ પિતાને સંબોધીને બનાવેલો વીડિયો પોલીસે કબજે લીધો.
વિદ્યાર્થિનીએ પિતાને સંબોધીને બનાવેલો વીડિયો પોલીસે કબજે લીધો.

પપ્પા, આઇ લવ યુ, મને માફ કરજો
દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ડઘાઇ ગયેલી યુવતીએ મિત્રને કોલ કરી હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે હું કયા મોઢે મારા પપ્પાને વાત કરીશ. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. પોલીસે આ વીડિયો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. લક્ષ્મીપુરા પોલીસે દિશાંત કહાર અને નઝીમ મિરઝા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગોરવા પી.આઇ. આર.સી. કાનમીયા વધુ તપાસ કરી રહ્યા છે.

2 વખત નેશનલ રમી ચૂકેલી યુવતીના આપઘાતના રહસ્યને ઘેરુ બનાવતા સવાલો

  • માત્ર અઢી કલાકમાં દારૂની પાર્ટી, ડાન્સ અને રેપ થયો?
  • યુવતીની બહેનપણીએ દારૂ પીધો હતો કે કેમ? સહેલીએ ચિક્કાર દારૂ પીધો તો તેને રોકી કેમ નહીં?
  • દિશાંતે રેપ કર્યો ત્યારે નાઝીમ કયાં હતો અને શું કરતો હતો?
  • યુવતીનો બોયફ્રેન્ડ સુમન્તો આવ્યો ત્યારે દરવાજો કોણે ખોલ્યો?
  • યુવતીના શરીર પર પડેલા ઉઝરડા બે દિવસ જૂના હતા કે તાજા હતા?
  • યુવતીને પિતાના ઘરે લઇ ગયા બાદ સુમન્તો તેની સાથે જ રહ્યો હતો તો સ્યૂસાઇડ કર્યો ત્યારે સુમન્તો કયાં હતો?
  • યુવતીના આપઘાત બાદ રૂમનો દરવાજો બંધ હતો તો કોણે ખોલ્યો? સુમન્તોને આપઘાતની કેવી રીતે ખબર પડી?
  • સ્યૂસાઇડ નોટ અને ઓડિયો ક્લિપની વિગતો પોલીસ કેમ છુપાવી રહી છે?
  • રૂમમાંથી કોન્ડમ મળ્યો, તો વીર્યના નમૂના કેવી રીતે મળ્યાં?