• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Just After The Misdemeanor, Two Isms Were Seen Jumping Over The Wall Of The Vaccine Ground, On Suspicion The Police Started Searching For Both In Vadodara

બે શકમંદ CCTVમાં કેદ:વડોદરામાં દુષ્કર્મ પછીના સમયે જ વેક્સિન ગ્રાઉન્ડની દિવાલ કૂદીને જતા બે ઇસમ દેખાયા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શંકાસ્પદની અટકાયત કરી

વડોદરા21 દિવસ પહેલા
CCTVમાં દુષ્કર્મને અંજામ આપનાર બંને ઈસમો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે
  • 29 ઓક્ટોબરે સાંજે 6:50 કલાકે બે ઇસમો વેક્સિન ગ્રાઉન્ડ પાછળના ભાગે રોડ ક્રોસ કરી રહ્યા છે

વડોદરામાં વિદ્યાર્થિની પર ગેંગરેપ બાદ આપઘાતના બહુચર્ચિત કેસમાં પોલીસે 500થી વધુ CCTV ચેક કર્યાં છે. જેમાં વેક્સિન ગ્રાઉન્ડના ઘટના સ્થળની પાછળની સાઇડથી CCTVમાં બે ઈસમો રોડ ક્રોસ કરીને અમી સોસાયટી તરફ જતા જોવા મળ્યા હતા. 29 ઓક્ટોબરે સાંજે 6:50 કલાકે બંને ઇસમો વેક્સિન ગ્રાઉન્ડની દીવાલ કૂદીને રોડ ક્રોસ કરી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શંકમંદ શખસની અટકાયત કરી છે. દુષ્કર્મને અંજામ આપનાર આ બંને ઈસમો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધી કુલ ત્રણ શંકાસ્પદની અટકાયત થઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શખસની અટકાયત કરી
દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક અટકાયત કરી છે. ફતેહગંજ વિસ્તારમાં ચાની લારી પર કામ કરતા એક ઈસમની અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ શંકાસ્પદ હિચલાલ જણાઈ આવતા એક શંકમંદની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં અટકાયત કરાયેલા શખસનો આંકડો 3 થયો છે.

બસ ડ્રાઇવરે સાંજે 6:55 કલાકે પીડિતાને જોઇ હતી
ઉલ્લેખનિય છે કે, વલસાડની NGOમાં કામ કરતી યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતના પ્રકરણમાં યુવતીને વેક્સીન મેદાનમાંથી તેની બહેનપણી પાસે પહોંચતી કરનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સીન મેદાનમાં સાંજે 6:55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. ત્યાં યુવતી એક ઝાડ નીચે અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ જણાવ્યું હતુ કે, મારા ઉપર બળાત્કાર થયો છે. મોબાઇલની બેટરીથી તેના કપડાં શોધીને તેને પહેરાવી તેની સહેલી પાસે પહોંચતી કરી હતી. આમ CCTV સાંજે 6:50 મિનિટના મળ્યા છે અને બસના ડ્રાઇવરે સાંજે 6:55 કલાકે યુવતીને જોઇ હોવાથી પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી છે.

શંકાસ્પદ ઇસમોની પોલીસ શોધખોળ કરી રહી છે
શંકાસ્પદ ઇસમોની પોલીસ શોધખોળ કરી રહી છે

દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલક યુવતીનો પરિચિત હોઈ શકે છે
રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલક યુવતીનો પરિચિત હોઈ શકે છે. પોલીસને લક્ષ્મીનગર સોસાયટી પાસેના CCTV ફૂટેજમાં તપાસ કરતા બનાવના દિવસે યુવતી જતી દેખાઈ હતી અને ટ્રેનમાં એક યુવક યુવતીનો પીછો કરતો CCTVમાં જોવા મળ્યો છે. આ ઉપરાંત વલસાડ રેલવે સ્ટેશન પર રાત્રિ દરમિયાન 12:40 કલાકે સફાઇ કર્મીઓએ વિદ્યાર્થિનીને બેઠેલી જોઇ હતી. જોકે સફાઇકર્મીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હત્યા કે, દુષ્કર્મ અંગે હજી સુધી કોઇ માહિતી મળી નથી.

29 ઓક્ટોબરે સાંજે 6:50 કલાકે બે ઇસમો વેક્સિન ગ્રાઉન્ડ પાછળના ભાગે રોડ ક્રોસ કરી રહ્યા છે
29 ઓક્ટોબરે સાંજે 6:50 કલાકે બે ઇસમો વેક્સિન ગ્રાઉન્ડ પાછળના ભાગે રોડ ક્રોસ કરી રહ્યા છે

પીડિતાની સાઇકલ હજી સુધી મળી નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાઇકલ રિપેર કરવાવાળા વ્યક્તિની પણ અમે પૂછપરછ કરી છે, ઓએસિસ સંસ્થામાં પણ અમે તપાસ કરી છે, પરંતુ, પીડિતાની સાઇકલ હજી સુધી મળી નથી. અમે રાત-દિવસ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. પણ થોડા દિવસમાં અમે આ કેસનો ટ્રેસ કરી લઇશું.

વેક્સિન ગ્રાઉન્ડમાં બે નરાધમોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું
વેક્સિન ગ્રાઉન્ડમાં બે નરાધમોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું

ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

રેલવે SP જાતે પીડિતાના ઘરની આસપાસ ચેક કરવા પહોંચ્યાં
પોલીસે પીડિતાના ઘર પાસેની લક્ષ્મીનગર સોસાયટી પાસેના સીસીટીવીની તપાસ કરતાં બનાવના દિવસે યુવતી જતી દેખાઈ હતી અને ત્યારબાદ તે ઘરે પરત જતી રહી હોવાનું જોવા મળ્યું હતું. જેથી રેલવે એસપી પરિક્ષીતા રાઠોડ ટીમ સાથે મંગળવારે ફરી પીડિતાના ઘરની આસપાસ ચેકિંગ કરવા ગયાં હતાં અને લોકોની પૂછપરછ કરી ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેનમાં એક યુવક યુવતીનો પીછો કરતો સીસીટીવીમાં જોવા મળ્યો છે.

ઉપરાંત વલસાડ રેલવે સ્ટેશન પર રાત્રી દરમિયાન 12:40 કલાકે સફાઇ કર્મીઓએ વિદ્યાર્થિનીને માથું નીચે રાખી બેઠેલી જોઇ હતી. જોકે સફાઇકર્મીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હત્યા કે દુષ્કર્મ અંગે હજી માહિતી મળી નથી. તેઓએ જણાવ્યું કે, સાઇકલ રિપેર કરવાવાળા વ્યક્તિની પણ પૂછપરછ કરી છે, ઓએસિસ સંસ્થામાં પણ તપાસ કરી છે, પરંતુ, પીડિતાની સાઇકલ મળી નથી. અમે રાત-દિવસ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છીએ.

હવસખોરો કહેતા હતા કે, ‘યે લે ચાકુ,માર ડાલ ઇસે, ઐસે કૈસે છોડ દે, પહેલે અપના કામ તો નિપટા લે’
નવસારીની વિદ્યાર્થિની સાથે વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાતના કેસમાં રોજેરોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. પીડિતાએ લખેલી ડાયરીના વધુ કેટલાક અંશો બહાર આવ્યા છે. જેમાં પીડિતાએ લખ્યું છે કે, હવસખોરો કહેતા હતા કે, ઇસ કો ઐસે હી માર ડાલેગા ક્યા? યે લે ચાકુ, માર ડાલ ઇસે, ઐસે કૈસે છોડ દે. પહેલે અપના કામ તો નિપટા લે હા...હા… ઐસે હી મર જાયેગી મૌકા ભી અચ્છા હૈ ઔર અંધેરા ભી સાથ દે રહા હૈ, યે કુછ જ્યાદા હી ઉછલકૂદ કર રહી હૈ, હા મૈં ઇસે બડે અચ્છે સે જાનતા હૂં, જ્યાદા ઉછલના બંધ કર નહીં તો જાન ગવાયેગી. ઇસકી લાશ કો ઇધર હી ફેંક દે યા ગાડી કે આગે ધકેલ દે તો એક્સિડન્ટ લગેગા, ઇસકે જાન પહેચાન વાલે ઇધર હૈ લે જાયેંગે.

પીડિતાએ ડાયરીમાં લખ્યું હતું કે, સાઇકલ લેવા હું ચકલી સર્કલ ગઇ, પણ ત્યાં ભીડ હતી, એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક જ પાછળથી કોઇએ મારી સાઇકલને જોરથી ધક્કો માર્યો. આ સાથે જ હું દીવાલ સાથે અથડાઈને નીચે પડી ગઇ. એવામાં બે લોકોએ આંખો બંધ કરી દીધી અને માથામાં જોરથી મારતાં હું અર્ધબેભાન થઇ ગઇ. ભાનમાં આવ્યા બાદ મેં ચીસો પાડી તો નરાધમોએ મોઢા પર દુપટ્ટો બાંધી દીધો. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ. બન્ને વસખોરોને લાગ્યું કે, હું મરી ગઇ છું એટલે મને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પર પથ્થર માથામાં વાગતાં હું ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે હજી મારામાં જીવ છે એટલે બંને ભાગી ગયા. હું ગભરાઇ ગઇ હતી, આ ઘટના હું કોઇને કહીં પણ નહોતી શકતી. અને હા, એ બંને મવાલી જેવા નહોતા.

અન્ય સમાચારો પણ છે...