તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ગુરુનું રાશિ પરિવર્તન મિથુન, સિંહ, તુલા રાશિને શુભ ફળ આપશે, વિજ્ઞાન-સંશોધન ક્ષેત્રે સકારાત્મક અસર

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુધ, ગુરુ, શુક્ર, સૂર્ય અને મંગળનું રાશિ પરિવર્તન : બુધાદિત્ય યોગ બન્યો

એપ્રિલ મહિનાના પ્રારંભમાં જ બુધ, ગુરુ, શુક્ર , સૂર્ય અને મંગળ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેમાં સૂર્યથી નજીકનો કે સૂર્યની આગળ-પાછળ જ નજીકમાં રહેતો બુધ ગ્રહ 31 માર્ચની રાત્રે 12:44 વાગ્યે મીન રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. જ્યારે સૂર્ય ગ્રહ મીન રાશિમાં જ હોવાથી સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ બન્યો છે.

બીજી તરફ 5 એપ્રિલના રોજ ગુરુ મહારાજ રાત્રે 12:32 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ મહારાજ 20 નવેમ્બર, 2020થી મકર રાશિમાં નીચના હતા. નીચ રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરીને 5 એપ્રિલ, 2021 થી 14 સપ્ટેમ્બર, 2021 સુધી કુંભ રાશિમાં રહેશે. કુંભ રાશિ શનિ ગ્રહની રાશી છે. ગુરુ ગ્રહના આ રાશિ પરિવર્તનની સકારાત્મક અસર વિજ્ઞાન, શોધ-સંશોધન અને આર્થિક સ્થિરતાના ક્ષેત્રોમાં જોવા મળશે.

આ ઉપરાંત 13 એપ્રિલના રોજ સૂર્ય ગ્રહ મેષ રાશિમાં ઉચ્ચના થશે. આ જ દિવસે મંગળ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શુક્ર ગ્રહ 10 એપ્રિલના મેષ રાશીમાં પ્રવેશ કરશે. આમ સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન બારેય રાશી ઉપર અસર કરશે.

વિશેષ કરીને ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન મિથુન, સિંહ, તુલા રાશિને શુભ ફળ આપશે. જ્યારે કન્યા, ધન, કુંભ અને મીન રાશિને મિશ્ર ફળ પ્રાપ્ત થશે. જ્યારે બાકીની રાશિને સાવચેતી પૂર્વક યોગ્ય નિર્ણય લેવાથી સફળતા પ્રાપ્ત થશે.

એપ્રિલમાં બારેય રાશિનું ફળકથન

 • મેષ | ભાગ્યની વૃદ્ધિ થશે.
 • વૃષભ | વડીલોની સલાહ માનવી.
 • મિથુન | આર્થિક પ્રગતિ થશે.
 • કર્ક | ખર્ચનું પ્રમાણ વધશે.
 • સિંહ | આળસનો ત્યાગ કરવો
 • કન્યા | વાણી પર સંયમ રાખવો.
 • તુલા | કોર્ટ-કચેરીનાં કાર્યોનો ઉકેલ આવે.
 • વૃશ્ચિક | માતા, જમીન, મકાન સંબંધી પ્રશ્ન ઉકેલાય
 • ધન | પ્રેમમાં સફળતા મળે.
 • મકર | વાણી પર સંયમ રાખવો.
 • કુંભ | જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
 • મીન | વિદેશ સંબંધી કાર્ય ઉકેલાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો