તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિષ:આગામી 20 જૂનથી ગુરુ ગ્રહ વક્રી થશે : વેપાર-ધંધા માટે શુભ, આરોગ્ય ક્ષેત્રે યોગ્ય તકેદારી રાખવી જરૂરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 ઓક્ટોબર, 2021 સુધી ગુરુ ગ્રહ વક્રી રહેશે, તેલના ભાવો હજુ વધવાની શક્યતા

દેવગુરુ બૃહસ્પતી (ગુરુ) ગ્રહ 20 જૂને સાંજે 7:43 કલાકે વક્રી ચાલ પ્રારંભ કરશે, જેથી પેટ્રોલ-તેલ અને ઓઈલ હજુ મોંઘા બનશે. જોકે ગુરુ ગ્રહની વક્રી ચાલ વેપાર-ધંધા માટે શુભ રહેશે, બજારમાં ઘરાકી જોવા મળશે. જો ગાઈડલાઈનનું પાલન લોકો નહીં કરે તો ગુરુ આરોગ્યની દ્રષ્ટિએ નકારાત્મક પરિણામો પણ દેખાડી શકે છે. ગુરુ ગ્રહ 18 ઓક્ટોબર 2021 સુધી વક્રી રહેશે.

જ્યોતીષ શાસ્ત્રી નયન જોષીએ જણાવ્યું હતું કે, ગુરુ 5 એપ્રિલ 2021થી કુંભમાં ભ્રમણ કરી રહ્યો છે, જે 20 જૂનથી વક્રી થશે. 20 જૂને ગંગા દશહરાનો દિવસ છે. આ દિવસે ગુરુ મહારાજ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશીના ચંદ્ર સાથે વક્રી એટલે કે ઊલટી ચાલ ચાલવાનું શરૂ કરશે.

શનિ ગ્રહની રાશીમાં ગુરુ ગ્રહ વક્રી થતાં વિશેષ કરીને માંગલીક પ્રસંગો તથા જાહેર સભા-સરઘસો પર ગુરુ ગ્રહ નિયંત્રણ રાખશે.

કઈ રાશીના જાતકો પર કેવી અસર થશે?
મેષ: વડીલ વર્ગથી લાભ થાય, આર્થિક પ્રગતિ
વૃષભ: ભાગ્યવૃદ્ધિ, મહેનત રંગ લાવશે
મિથુન: પેટ સંબંધી સમસ્યા સર્જાય, ખાણીપીણીમાં ધ્યાન રાખવું
કર્ક: દામ્પત્ય જીવન માટે શુભ સમય, માંગલિક પ્રસંગ યોજાય
સિંહ: ખર્ચનું પ્રમાણ વધે, વિલંબથી સફળતા મળે
કન્યા: સંતાન સંબંધી પ્રશ્ન ઉકેલાય, વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય
તુલા: સ્ત્રી વર્ગ માટે શુભ સમય, મકાન-વાહનનો યોગ
વૃશ્ચિક: સરકારી કાર્યોમાં સફળતા મળે, મિલકતના પ્રશ્નો ઉકેલાય
ધન: વાણી પર સંયમ રાખવો, વાહન ચલાવવામાં કાળજી રાખવી
મકર: વટ અને અભિમાનમાં નુકસાની ભોગવવી પડે, કાળજી રાખવી
કુંભ: યાત્રા પ્રવાસના યોગ બને, વિદેશ કાર્યથી લાભ
મીન: આવકમાં વૃદ્ધિ થશે, શુભ સમય

વિદ્યાર્થી વર્ગને લાભ થશે
શનિ ગ્રહની રાશીમાં ગુરુ ગ્રહનું વક્રી ભ્રમણ ન્યાય પ્રણાલીકા ક્ષેત્રમાં પ્રજાના હિતલક્ષી નિર્ણય કરાવશે. જ્ઞાન-અભ્યાસના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થી વર્ગને લાભ થશે.

સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશશે
​​​​​​​ગુરુના વક્રી થવાની સાથે 21 જૂને સૂર્ય ગ્રહનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થતાં સારો વરસાદ વરસશે. આ સાથે મધ્ય ગુજરાત-વડોદરામાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...