​​​​​​​વિઘ્નહર્તાને વિદાય:જૂનીગઢીએ સંયમ અને સાદગીની નવી રાહ ચીંધી, વિસર્જન યાત્રા બે કલાકમાં જ સંપન્ન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણેશ સ્થાપનના સાતમા દિવસે જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા ગણતરીના લોકો સાથે નીકળી હતી. વિસર્જન યાત્રા પૂર્વે પંડાલ પાસે સ્થાનિકોએ ફટાકડા ફોડી ડાન્સ કર્યો હતો. - Divya Bhaskar
ગણેશ સ્થાપનના સાતમા દિવસે જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા ગણતરીના લોકો સાથે નીકળી હતી. વિસર્જન યાત્રા પૂર્વે પંડાલ પાસે સ્થાનિકોએ ફટાકડા ફોડી ડાન્સ કર્યો હતો.
  • સાતમા દિવસે શ્રીજીની પ્રતિમાનું શાંતિપૂર્ણ વિસર્જન, 5-25 વાગ્યે યાત્રા નીકળ્યા બાદ 7-30 વાગ્યે વિસર્જન
  • યાત્રા પૂર્વે ડીજે-બેન્ડવાજાના તાલે લોકો ગરબે ઘૂમ્યા

ગણેશોત્સવના સાતમા દિવસે સાદગીપૂર્વક જૂનીગઢીના શ્રીજીનું માત્ર બે કલાકમાં નવલખી કૃત્રિમ મેદાન ખાતે વિસર્જન પૂરું થયું હતું. કોરોના પહેલાં જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા ચારથી પાંચ કલાક સુધી ચાલતી હતી. જ્યારે પરંતુ ચાલુ વર્ષે કોરોનાને પગલે માત્ર 12 ભક્તોની હાજરીમાં વિસર્જન યાત્રા ટેમ્પામાં 5:30 વાગે નીકળી અને નવલખી કૃત્રિમ તળાવ ખાતે સાંજના 7:30 વાગ્યા સુધીમાં પહોંચી હતી. કોરોનામાં 2 વર્ષથી શહેરમાં ગણેશોત્સવનો માહોલ ફિક્કો થઈ ગયો છે. ચાલુ વર્ષે ગણેશોત્સવમાં કેટલીક છૂટછાટ અપાઈ છે. બીજી તરફ સાતમા દિવસે જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા સાદગીપૂર્વક નીકળી હતી.

જૂનીગઢીમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે બપોરે 2 વાગ્યાથી બાપ્પાની વિદાયની તૈયારી શરૂ કરાઈ હતી. 4:30 કલાકે મેયર કેયુર રોકડિયા, સુનિલ સોલંકી અને ડો.શીતલ મિસ્ત્રીએ બાપ્પાની આરતી ઉતારી હતી. ત્યારબાદ કેક પણ કપાઈ હતી. જૂનીગઢીથી ચાર દરવાજા વિસ્તાર સુધી બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ, વિસ્તારના એસીપી, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. ચાલુ વર્ષે જૂનીગઢીના શ્રીજીના પંડાલ પાસે ડીજે પર સ્થાનિકો ગરબે ઘૂમ્યા હતા.

ઉપરાંત બેન્ડબાજાએ પણ રમઝટ બોલાવી હતી. 45 મિનિટ સુધી ફટાકડા ફોડી અને ગરબે ઘૂમ્યા બાદ જૂનીગઢીના લોકોએ 5:25 કલાકે બાપ્પાને વિદાય આપી હતી. ટેમ્પોમાં બાપ્પા સાથે 10 થી 12 જેટલા લોકો બેઠા હતા. સવારી સાથે ચાલુ વર્ષે ડીજે કે બેન્ડ બાજા સાથે જોડાયા ન હતા. જોકે વર્ષોની પરંપરા મુજબ સિટી પોલીસ સ્ટેશન પાસે મુસ્લિમ બિરાદરો દ્વારા બાપ્પાનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ન્યાય મંદિર ખાતે પણ પ્રતાપ મડઘાની પોળના આયોજક જય ઠાકોરે બાપ્પાનું પૂુજન-અર્ચન કરી તેમને વિદાય આપી હતી. સાંજે 7:30 કલાકે નવલખી કૃત્રિમ તળાવ ખાતે સાદગીથી વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...