તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:બૂલેટ ટ્રેન માટે જમીન આપવા સંમત ન થતા 68 રહીશને 11 જૂનનું અલ્ટીમેટમ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવાટી ચાલની જમીન સંપાદિત કરાશે. - Divya Bhaskar
બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવાટી ચાલની જમીન સંપાદિત કરાશે.
  • પંડ્યા બ્રિજ પાસેની નાણાવટી ચાલના 28 રહીશોએ સંમતી કરાર કરી આપ્યા
  • સંમતી કરાર ન કરનાર રહીશોને રેગ્યુલર એવોર્ડ આપી જમીન સંપાદિત કરી દેવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવાની કાર્યવાહી વેગીલી બની છે ત્યારે પંડ્યા બ્રિજ પાસેની નાણાવટી ચાલના 96 પૈકી સંમતી કરાર ન કરનાર 68 રહીશોને 11 જૂન સુધીમાં કરારની કાર્યવાહી પૂરી કરવા નોટિસ અપાઈ છે. કરાર કરવામાં નિષ્ફળ જનાર રહીશોની જમીન રેગ્યુલર એવોર્ડથી સંપાદિત કરવાની તાકીદ પણ તંત્ર દ્વારા કરાઈ છે. જ્યારે 28 રહીશોએ સંમતી કરાર કરી આપ્યા હતા.

સક્ષમ અધિકારી જમીન સંપાદન (એનએચએસઆરસીએલ) અને પ્રાંત અધિકારી શહેર દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે, ‘જમીન સંપાદન અંગે અનેકવાર વાકેફ કરવા છતાં પ્રતિભાવ મ‌ળ્યો નથી એટલે 11 જૂને બપોરે 1 કલાક વાગે પ્રાંત કચેરી, નર્મદાભવન ખાતે હાજર રહેવા જણાવાયું છે. ભાગચંદ્ર મોતીરામ અને રમેશભાઈ દલવાડીને અપાયેલી નોટિસમાં એમ પણ જણાવાયું છે કે, 11મીએ રજૂઆત કરવામાં ચૂકશો તો તમારી જમીન રેગ્યુલર એવોર્ડથી સંપાદન કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

28 રહીશોને અંદાજે 113 કરોડ ચૂકવાયા
11મી જૂનના રોજ બાકીના રહીશોને સાંભળવામાં આવશે, જેના માટે બાકીના તમામને જાણ કરવામાં આવી છે. અત્યાર સુધી 28 જણને આશરે રૂા.113 કરોડ ચૂકવાયા છે, બાકીનાને પણ રકમ ચૂકવી દેવાશે.
> વી.પી. પટણી, નાયબ કલેકટર-પ્રાંત અધિકારી, વડોદરા શહેર

એક જ મિલકતમાં બે નામનો વિવાદ યથાવત્
641 સર્વે નંબરમાં 2 દસ્તાવેજ છે, 2 પાર્ટી છે એવું બતાવ્યું છે છતાં પણ આ અંગે નિવેડો નથી આવ્યો. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. અગાઉ વિભાગીય માપણી માટે કહેવાયું હતું પણ તે બાબતે કોઈ કાર્યવાહી થઇ નથી. > ભાગચંદ્ર મોતીરામ, મિલકત માલિક

અન્ય સમાચારો પણ છે...