વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:મોકરિયાની જામીન અરજીનો ચુકાદો હવે 21મીએ આવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુ ભટ્ટને વડોદરાથી ભગાડવામાં મદદ કરી હતી
  • ફરિયાદ પહેલાં કેસમાં સમાધાનનો પણ પ્રયાસ કર્યો હતો

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા કાનજી મોકરીયાની જામીન અરજીમાં દલીલો પુરી થઇ ગયા બાદ તેનો ચૂકાદો આજે આવવાનો હતો પરંતુ ન્યાયાધીશે આજરોજ ચૂકાદો તા.21મીના રોજ આપવાનું ઠરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચે હરીયાણાની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સી.એ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટની ધરપકડ કરી હતી. તપાસમાં રાજુ ભટ્ટને ભગાડવામાં તેમજ કેસમાં સમાધાન કરાવવામાં મદદ કરી હોવાનું ખુલતાં હારમની હોટલના કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા કાનજી મોકરીયાએ જામીન અરજી દાખલ કરતા તેમાં દલીલો પુરી થયા બાદ ન્યાયાધીશે આજે ચૂકાદો આપવાનું ઠરાવ્યું હતું. જો કે, આજે જામીન અરજીનો ચૂકાદો આવ્યો ન હતો અને ન્યાયાધીશે તા.21મીના રોજ ચૂકાદો આપવાનું ઠરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...