જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષા:જુનિ. ક્લાર્ક માટે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા યોજશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતી માટેની પરીક્ષા અંગે સભામાં દરખાસ્ત મુકાશે

પાલિકા દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયામાં જુનિયર ક્લાર્કની સીધી ભરતી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે લેખિત પરીક્ષા માટેનાં ધોરણોની મંજૂરી હેતુ મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત સભામાં રજૂ થઈ છે.

દરખાસ્ત મુજબ જુનિયર ક્લાર્ક માટેની 552 ખાલી જગ્યા ભરવા માટે ફેબ્રુઆરીમાં જાહેરાત કરાઈ હતી. જે માટે 1,18,774 ઉમેદવારે રસ દાખવતા પાલિકાએ સીધી ભરતી માટે પરીક્ષા લેવાની જગ્યાએ ગુજરાત ગૌણ સેવા સેવા પસંદગી મંડળના નિયમો હેઠળ લેખિત પરીક્ષામાં નિયમો લાગુ થશે.

મંડળ પ્રથમ ક્વોલિફાય પરીક્ષા યોજશે. જેમાં સફળ થનાર પૈકી જગ્યાની સંખ્યા પ્રમાણે અગ્રતા ધરાવતા 10 ગણા ઉમેદવારોની ફાઇનલ પરીક્ષા યોજી તેના ગુણના આધારે સરકારના ધોરણે પસંદગી કરવી, સિલેબસ, માર્ક્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિયત કરાશે. બુધવારે સભામાં દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...