બકરાની બલિ ચઢાવવાનો પ્રયાસ:વડોદરામાં જીવદયા સંસ્થાએ 40 બકરાને બલિ ચઢાવતા બચાવ્યા, અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પથ્થરમારો કરનાર 6 આરોપીની પોલીસે ધરપકડ - Divya Bhaskar
પથ્થરમારો કરનાર 6 આરોપીની પોલીસે ધરપકડ
  • વાસણા-ભાયલી રોડ પર પથ્થરમારો કરનાર 6 આરોપીની પોલીસે ધરપકડ કરી

વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલા મુક્તિધામ પાસે ડેડા તલાવડી ખાતે ગત મોડી રાત્રે 40 જેટલા બકરાની બલિ ચઢતા જીવદયા સંસ્થાએ બચાવી લીધા હતા. બકરાની બલી ચઢાવવાની વિધિનો કાર્યક્રમ ન થતાં રોષે ભરાયેલા તત્વોએ સંસ્થાના કાર્યકરો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. દરમિયાન આ બનાવની જાણ સંસ્થાના કાર્યકરો દ્વારા શહેર અને જિલ્લા પોલીસ કંટ્રોલને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બલિ ચઢાવવા ભેગા થયેલા તત્વોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી 6 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સંસ્થાના કાર્યકરો પર ભારે પથ્થરમારો કર્યો
વડોદરાની પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરોને વાસણા ભાયલી રોડ ઉપર મુક્તિધામ પાસે ડેડા તલાવડી ખાતે કેટલાક લોકો 40 જેટલા બકરાની બલી ચડાવી ધાર્મિક વિધિ કરનાર હોવાની માહિતી મળી હતી. જેના આધારે સંસ્થાના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને બકરાની બલિ ચઢાવવાની કામગીરી અટકાવી દીધી હતી. બલિ ચઢાવવાની વિધિનો કાર્યક્રમ અટકી જતા બલિ ચઢાવવા માટે ભેગા થયેલા તત્વોએ સંસ્થાના કાર્યકરો પર ભારે પથ્થરમારો કર્યો હતો.

અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો
અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

પોલીસે 6 આરોપીની ધરપકડ કરી
દરમિયાન આ બનાવની જાણ સંસ્થાના કાર્યકરોએ વડોદરા શહેર અને જિલ્લા પોલીસ કંટ્રોલને કરતા વડોદરા શહેરની જે.પી. પોલીસ, ગોત્રી પોલીસ તેમજ વડોદરા તાલુકા પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તે દરમિયાન પણ બલિ માટે ભેગા થયેલા તત્વોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જોકે, આ પથ્થરમારામાં સંસ્થાના કાર્યકરો કે પોલીસ જવાનોને ઈજા પહોંચી ન હતી. જોકે, પોલીસે આ બનાવ સંદર્ભમાં 6 આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પર પથ્થરમારો કર્યો
એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, વાસણા- ભાયલી રોડ પર મોડી રાત્રે કેટલાક લોકો બકરાઓની બલિ ચઢાવવા માટે ભેગા થયેલા છે. જેના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાનો કેટલો ભાગ જે.પી. પોલીસમાં પણ પડતો હોવાથી જે.પી. પોલીસ, ગોત્રી પોલીસ તેમજ વડોદરા તાલુકા પોલીસના અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...