તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્વેસ્ટીગેશન:અનાજ કૌભાંડમાં પુરવઠા ખાતાના કર્મચારીઓની સંડોવણીની તપાસ, જીતુ મકવાણા 3 દિવસના રિમાન્ડ પર

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનાજ કૌભાંડી જીતુએ અત્યાર સુધી કેટલી દુકાનોમાંથી અનાજનો જથ્થો સગેવગે કર્યો હતો તેની તપાસ શરૂ કરાઇ

શહેરના સોખડા કેનાલ પાસે અનાજનો જથ્થો કબજે કરી જિલ્લા એલસીબીએ ઝડપેલા અનાજ કૌભાંડમાં મહત્ત્વના આરોપી જીતુ મકવાણાને પોલીસે બુધવારે અદાલતમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જીતુ મકવાણાએ શહેર-જિલ્લાની કેટલી દુકાનોમાંથી અનાજનો જથ્થો સગેવગે કર્યો હતો અને આ અનાજનો જથ્થો કોને કોને વેચ્યો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી.

જિલ્લા એલસીબી પોલીસે સોખડા કેનાલ પાસેથી સરકારી અનાજના જથ્થાના સાથે વાસણા કોતરિયાના કેયુર મકવાણાને પકડી સરકારી અનાજ સગેવગે કરી તેને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડમાં રાજુ મારવાડી, જીતુ મકવાણા અને ભાઈલાલ મકવાણા સંડોવાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. દરમિયાન અનાજ કૌભાંડ મહત્ત્વનો આરોપી જીતુ મકવાણા સોમવારે એલસીબી પોલીસના હાથે ઝડપાયો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ નોર્મલ જણાતાં બુધવારે પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરીને છ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ અનાજનો જથ્થો સગેવગે કરી બારોબાર વેચી દેવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેણે વડોદરા શહેર-જિલ્લામાંથી કેટલી દુકાનોમાંથી અનાજનો જથ્થો મેળવ્યો હતો તથા અન્ય કોણ તેની સાથે સંડોવાયેલું છે તે સહિતના મુદ્દાની તપાસ હવે શરૂ કરવામાં આવશે. અદાલતે જીતુ મકવાણાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીતુ મકવાણા આ કૌભાંડ ઝડપાયું તે જ દિવસે સોખડાની ભાઈલાલ મકવાણા અને રાજુ મારવાડીની રેશનિંગની દુકાનોમાંથી અનાજનો જથ્થો લઇ ગયો હતો અને તેના ઘરમાં છુપાવી દીધો હતો. પોલીસે આ જથ્થો પણ કબજે કર્યો હતો. જીતુ મકવાણાના અનાજ કૌભાંડમાં પુરવઠા વિભાગના કર્મચારીઓ સામેલ હતા કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ રાજુ મારવાડી અને ભાઈલાલ મકવાણાને પકડવા માટે પોલીસે તેમનાં આશ્રય સ્થાનો પર તપાસ યથાવત્ રાખી છે.

શહેર નજીકના સોખડા પાસેથી પકડાયેલા અનાજના જથ્થા બાદ સરકારી દુકાનોમાંથી અનાજ વગે કરાતુ હોવાનું આખુ કૌભાંડ સપાટી પર આવ્યું હતું. જેમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભાઇલાલ મકવાણા અને રાજુ મારવાડીની  સંડોવણી ખુલ્લી પડતા તપાસ શરૂ કરાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો