તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:વોર્ડ 14નાં જેલમ ચોકસીએ જાતિ વિષયક ટિપ્પણી કરતાં હોબાળો

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ 14ની ભાજપના મહિલા ઉમેદવાર જેલમ ચોકસી - Divya Bhaskar
વોર્ડ 14ની ભાજપના મહિલા ઉમેદવાર જેલમ ચોકસી
 • ભાજપના ઉમેદવાર ફેરણી વેળા કહેવત કહેવા જતાં અટવાયા
 • ભાજપને ઉમેદવારનો માફી માગતો વીડિયો જારી કરવો પડ્યો

વોર્ડ 14ની ભાજપની મહિલા ઉમેદવાર જેલમ ચોકસીએ જાતિ વિષયક ટીપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. શહેર ભાજપે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ઉમેદવારનો માફી માગતો વિડિયો જારી કર્યો છે. વોર્ડ નંબર 14માં ભાજપની પેનલને વાડી વાયડા પોળ અને બરાનપુરા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ જાકારો આપ્યો હોવાનું ઘટના બાદ ભાજપના ઉમેદવારો વાડી વાયડા પોળમાં ફેરણી કરવા ગયા હતા. જોકે ભાજપના વોર્ડ નંબર 14 નાં મહિલા ઉમેદવારે એક જાતિ માટે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. કહેવત કહેવા જતા અર્થનો અનર્થ થઇ ગયો હતો.

જાતિવાચક ઉચ્ચાર કરવાનો વીડિયો વાઇરલ થઇ જતાં ભાજપમાં હડકંપ મચી જવા પામી હતી. જેના કારણે શહેર ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે જેમલબેન ચોકસીનો માફી માગતો વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં ઉમેદવારે જણાવ્યું હતું કે, ગુજરાતી કહેવત કહેવા ગઇ તેમાં ઉકરડો શબ્દ આવે છે તેની જગ્યાએ કઇ બીજું અર્થઘટન થઇ ગયું હતું. મારો ઇન્ટેન્શન કોઇ સમાજને નુકસાન પહોંચાડવાનો નથી. સમાજ સાથે જોડાયેલી છે. હું એ સમાજનું હૃદયપૂર્વક માફી માગું છું. મને એ સમાજ માફ કરી દેશે એવી મને આશા છે.

ડો.શીતલ મિસ્ત્રીનો ટોણો - મને જીતવાની, તો તમને સુરક્ષા અને સફાઇની ગરજ
વારસિયાની પારસ સોસાયટીમાં બુધવારે રાત્રે ચૂંટણી સભામાં વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર ડો. શીતલ મિસ્ત્રીઅે જણાવ્યું હતું કે મને ચૂંટણી જીતવાની ગરજ છે તો તમને પણ સુરક્ષા અને સફાઈની ગરજ છે. જેથી મોટા પ્રમાણમાં મતદાન કરજો, વિધર્મીઓ અને ચિટરો તો ભેગા થશે તો જીતવુ કપરું બનશે.

ઉમેદવારના પતિ કમળના નિશાન સાથે બૂથ પર ગયા
સરકારી કર્મઓને પોસ્ટલ બેલેટ થતી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બરોડા હાઇસ્કૂલ ખાતેના બૂથ પર ભાજપનાં મહિલા ઉમેદવાર રાખીબેનના પતિ મનોજ શાહ કમળના નિશાન સાથે પહોંચતાં તેની સામે કોંગ્રેસના ઉમેદવારના એજન્ટ દ્વારા વાંધો લેવાયો હતો અને ચૂંટણી અધિકારીએ તેમને ત્યાંથી રવાના કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો