ધરપકડ:નશીલા ઇન્જેક્શન હરીશ પાસેથી ખરીદતો ભરૂચનો ડ્રગ ડીલર ઝબ્બે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુપીના સત્યેન્દ્રની સંડોવણી | પોલીસની ટીમ તપાસ માટે રવાના
  • નશીલા ઇન્જેક્શનોનો રેલો ભરૂચ અને યુપી સુધી પહોંચ્યો

શહેરમાં નશીલા ઇન્જેકશનો કારોબાર કરતા પકડાયેલા હરિશ પંચાલ પાસેથી નશીલા ઇંજેકશન ખરીદતા ભરુચના શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. બીજી તરફ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હરિશ પંચાલ યુપીના સત્યેન્દ્ર નામના શખ્સ પાસેથી ઇંજેકશનો મંગાવતો હતો જેથી સત્યેન્દ્રને પકડવા માટે પોલીસની ટીમને યુપી મોકલાઈ છે.

એસઓજીએ ગોત્રી મધર્સ સ્કુલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને વિજય જગદીશ પંચાલને નશીલા પેન્ટાઝોસીન ઇન્જેકશનો સુરજ રમેશ પટેલને આપતા ઝડપી લીધો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે વિજય અને તેનો નાનો ભાઇ હરિશ પંચાલ દેવ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ઓથા હેઠળ ચા, ચોકલેટ અને સેનેટરી નેપકીન વેચવાની આડમાં નશીલા ઇન્જેકશનો વેચે છે તેનો ભાઇ હરિશ પંચાલ મુખ્ય સુત્રધાર છે.

પોલીસે ત્રણેય પાસેથી 906 જેટલા પેન્ટાઝોસીન ઇંજેકશન (કિંમત 27180) તથા હોન્ડા કાર અને સીએનજી રિક્ષા તથા 3 મોબાઇલ ફોન મળીને 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેયને અદાલતમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હરીશ પંચાલ પાસેથી ઇન્જેકશનો ખરીદતા ભરુચના શખ્સને પોલીસે ઝડપી લીધો છે .

બીજી તરફ યુપીના આગ્રા પાસે રહેતા સત્યેન્દ્ર નામના શખ્સ પાસેથી હરીશ ઇંજેકશન મંગાવતો હોવાનું બહાર આવતાં પોલીસની ટીમ તેને ઝડપી લેવા યુપી પહોચી છે. પોલીસે ભરુચના શખ્સની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ શરુ કરી હતી.

હરીશ પાસેથી ખરીદેલા 200 ઇન્જેક્શન ભરૂચમાં વેચાયા હોવાનું તપાસમાં ખૂલ્યું
પોલીસે નશીલા ઇન્જેક્શનના કારોબારી હરીશ પંચાલની પૂછપરછ કરતાં તેણે તેની પાસેથી 200થી વધુ નશીલા ઇન્જેક્શન ખરીદનારા ભરૂચના ડ્રગ માફિયાનું નામ આપતાં પોલીસ ચોંકી ઊઠી હતી. ભરૂચના યુવાધનને બરબાદ કરનારા આ ડ્રગ માફિયાને પકડવા પોલીસે ભરૂચમાં દરોડો પાડી તેને ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે વડોદરા લાવી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...