તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICUમાં ચોરી:વડોદરાની ગોત્રી હોસ્પિટલના ICUમાં મહિલા સર્વન્ટે બેભાન દર્દીના 40 હજારની કિંમતના ઘરેણાંની ચોરી કરી, CCTVમાં કેદ

વડોદરા12 દિવસ પહેલા
CCTV ફૂટેજ ચેક કરતા કોન્ટ્રાક્ટ પર સર્વન્ટે ચોરી કરી હોવાનું ખુલ્યુ
  • ચોરી કરનાર મહિલા સર્વન્ટને ઝડપી રૂા. 40,200ના દાગીના રિકવર કરાયા

ગોત્રી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ 2 મહિલા દર્દીના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે મહિલા સર્વન્ટને ઝડપી ઘરેણાં રિકવર કર્યા હતા. લક્ષ્મીપુરા રોડ જય અંબે હા. સોસાયટીના ગૌરાબેન જયસ્વાલને 4 જૂને ગોત્રીમાં લઈ જવાયાં હતાં. ત્યાં કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ તેમને આઇસીયુ 55માં દાખલ કર્યાં હતાં.

મહિલાની બુટ્ટી ગાયબ થઇ ગઇ
તેમણે સોનાની બુટ્ટી અને ચાંદીની પાયલ પહેરેલી હતી. 5મી તારીખે હોસ્પિટલના સંકલન કેન્દ્રના કર્મીને તેમના પુત્રે ઘરેણાં લાવી આપવા જણાવ્યું હતું. જોકે તેણે ગૌરાબેન શરીર પર ઘરેણાં ન હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત આઇસીયુ 66માં દાખલ ગોત્રી રોડ ગોકુલનગરના લીલાબેન કેદારની પણ સોનાની બુટ્ટી ગાયબ હતી.

ચોરી કરનાર મહિલા સર્વન્ટને ઝડપી રૂા. 40,200ના દાગીના રિકવર કરાયા
ચોરી કરનાર મહિલા સર્વન્ટને ઝડપી રૂા. 40,200ના દાગીના રિકવર કરાયા

CCTV ફૂટેજ ચેક કરતા કોન્ટ્રાક્ટ પર સર્વન્ટે ચોરી કરી હોવાનું ખુલ્યુ
આ અંગે ફરિયાદ નોંધાતાં ગોરવા પોલીસે CCTV ફૂટેજ ચેક કરતા કોન્ટ્રાક્ટ પર સર્વન્ટ તરીકે નોકરી કરતાં છાણી જકાતનાકાની આકાશગંગા સોસાયટીમાં રહેતાં અમૃતાબેન રમેશભાઈએ કૃત્ય કર્યું હોવાનું જણાતાં 40,200ના દાગીના જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...