તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:જેઇઈનો પ્રવેશ ક્રાઈટેરિયા 50થી ઘટાડી 35 ટકા કર્યો

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • NTA દ્વારા ચાલુ વર્ષે કોરોનાને પગલે લેવાયેલો નિર્ણય
 • ધો-12 માં અગાઉ 50 ટકા વાળાને જ પ્રવેશ અપાતો

એનટીએ દ્વારા ચાલુ વર્ષે કોરોનાના પગલે જેઇઇ મેઇન આપવા માટેનો ક્રાઇટેરીયા ધોરણ 12 50 ટકા થી ઘટાડીને 35 ટકા કરાયો છે. અત્યાર સુધી જેઇઇ આપનારા વિદ્યાર્થી પાસે ધોરણ 12 માં 50 ટકા માર્ક હોવા જરૂરી હતા. જોકે હવે તેના સ્થાને ધોરણ 12 પાસીંગ સર્ટિફિકેટ હશે તો પણ જેઇઇ માન્ય ગણાશે.

ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજો ઉપરાંત આઇઆઇટી,એનઆઇટી સહિતની સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇનની પરીક્ષામાં સારો સ્કોર લાવનાર વિદ્યાર્થી એડવાન્સ માટે લાયક ગણાય છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષ પૂરતું જેઇઇ આપનાર વિદ્યાર્થીઓને રાહત અપાઈ છે. ધો- 12 સાયન્સમાં 50 ટકા નહિ માત્ર પાસીંગ માર્ક હોય તો પણ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે. જે રાજયમાં જેઇઇ મેઇનના અધારે ડિગ્રી ઇજનેરી સહિતની કોલેજોમાં પ્રવેશ અપાય છે તે તમામને નવા ધારાધોરણો લાગુ પડશે.

જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીના 50 ટકા, અનામત કેટેગરીના 45 ટકા હોવા જરૂરી છે. જોકે ચાલુ વર્ષે નિયમોમાં ફેરફાર કરાયા છે. જેથી વિદ્યાર્થીઓ પાસીગ માર્ક સાથે પણ એલીજેબલ ગણાશે. રાજયમાં ડિગ્રી એન્જીયરીંગ કોલેજોમાં ગુજકેટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે,ગુજકેટમાં ગમે તેટલા માર્ક આવે પંરતુ ધો- 12 માં નિર્ધારિત કરેલા માર્ક લાવવા જરૂરી છે. જેઇઇ આપતા વિદ્યાર્થીઓના ધો-12 માં 50 ટકા નહિ હોય તો પણ તેઓ જેઇઇ મેઇન માટે એલીજેબલ ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો