આયોજન:JEE એડવાન્સની પરીક્ષામાં ટ્રિકી-અઘરા સવાલો પુછાયા, મેથ્સ-ફિઝિક્સમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંપૂર્ણ સિલેબસ કવર થાય તે પ્રકારે પેપર પુછાયું

જેઇઇ એડવાન્સની પરીક્ષા વિદ્યાર્થીઓને ટ્રિકી અને અઘરી લાગી હતી. મેથ્સ ફિઝિક્સ માં કેલ્ક્યુલેશન લાંબા હોવાથી વિદ્યાર્થીઓનેે મુશ્કેલી પડી હતી. ભારતની પ્રતિષ્ઠિત ઇજનેરી અને ટેક્નિકલ કોલેજો આઈઆઈટી, આઈઆઇએસસી, આઈઆઇ એસઇઆરમાં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સની પરીક્ષા લેવાઇ હતી. વડોદરા શહેરમાંથી અંદાજિત બે હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પેપર 1 અને પેપર 2 બંને મધ્યમથી અઘરા રહ્યા હતા.

વિષય નિષ્ણાત જીતેશ જોશીએ જણાવ્યું હતું કે પેપર-1માં કેમિસ્ટ્રી પેપર હળવું હતું.ફિઝિકસ-મેથ્સનંુ પેપર મધ્યમથી અઘરું હતું. પેપર 2માં કેમિસ્ટ્રી મધ્યમથી અઘરું હતું, જ્યારે ફિઝિક્સ અને મેથ્સ અઘરું હતું. વિષયની ઊંડી સમજ, તૈયારી અને એપ્લિકેશન પાર્ટ પર પકડ તેમજ એનાલિટિક્સ ક્ષમતા હોય તેવા વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે. ધોરણ-11 -12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમને આવરી લેવાયો હતો. મેથ્સ તથા ફિઝિક્સના કેલ્ક્યુલેશન લાંબા હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. મેથ્સમાં કેલ્ક્યુલેશન અને એલજેબ્રાનું પ્રમાણ વધારે, ફિઝિક્સ કેમિસ્ટ્રીના સવાલો ઓર્ગેનિક તથા ઇન ઓર્ગેનિક કરતાં વધુ હતા. ફિઝિક્સમાં રોટેશન વર્ક પાવર એનર્જી મેગ્નેટિઝમનું પ્રમાણ વધારે હતું. સંપૂર્ણ સિલેબસ કવર થાય તે પ્રકારનું પેપર પૂછવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...