તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પત્નીની હત્યામાં જયેશ પટેલને1 દિ‘ના રિમાન્ડ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોતાને કોઇની સાથે સબંધ ના હોવાનું શિક્ષકનું રટણ
 • હત્યાનું પ્રિપ્લાન કર્યું હતું કે કેમ તેની પણ તપાસ થશે

આજવા રોડ પર રહેતા શિક્ષક પતિએ નર્સ પત્નીની કરેલી હત્યા માં હરણી પોલીસે પતિની ધરપકડ કરી સોમવારે અદાલતમાં રજુ કરી વિવિધ મુદ્દાની તપાસ માટે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આજવા રોડના અમરદીપ હોમ્સમાં રહેતાં ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં શિલ્પાબેન પટેલ શુક્રવારે રાત્રે 7 વાગ્યે તે મોપેડ લઇને નોકરી પર જવા નીકળ્યા બાદ વૈકુંઠ-2ના વળાંક પાસે તેમની લાશ મળી હતી. પોલીસે પતિ જયેશ પટેલની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, પત્ની તેની પર સતત શંકા કરતી હતી કે, પતિ જયેશને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે અને તેના કારણે ઘરમાં કંકાસ પણ વધી જતાં કંટાળી પત્નીની હત્યા કરી હતી. હરણી પોલીસે જયેશ પટેલના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસે જણાવ્યું હતુ કે આ ગુનામાં અન્ય કોઇ વ્યકતીએ તેને મદદ કરી છે કે કેમ તેની તપાસ ઉપરાંત અન્ય કોઇ વાહનનો ઉપયોગ કર્યો હતો કે કેમ તથા અન્ય કોઇ સ્ત્રી સાથે તેને સબંધ હતો કે કેમ તે સહિતના મુદ્દા પર રિમાન્ડ દરમિયાન તપાસ કરાશે. પત્નીને કારમાં પાંજરા પોળ તરફ લઇ જવાનો તેનો કેમ હેતું હતો અને હત્યા અંગે તેણે પ્રિપ્લાન કર્યું હતું કે કેમ તેની પણ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો