નિર્ણય:જય બક્ષી એપેક્ષમાંથી રાજીનામું આપી BCAની નોકરીમાં જોડાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ થાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું, મહિને રૂા. 45 હજારનો પગાર મેળવશે

બરોડા ક્રિકેટ એસોસીયેશનની એપેક્ષ કમિટિના સભ્ય જય બક્ષીએ આપેલું રાજીનામું બીસીએની એપેક્ષ કમિટિમાં મંજૂર કરાયું હતું. બરોડા ક્રિકેટ એસોસીયેશનની શનિવારે મળેલી એપેક્ષ કમિટિમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવાયા હતા.

છેલ્લા કેટલાક સમયથી એપેક્ષ સભ્ય જય બક્ષીને બીસીએમાં નોકરીએ રાખવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.જેમાં એપક્ષમાં જય બક્ષીના રાજીનામાનો મુદો અને ત્યારબાદ તેને નોકરીએ રાખવાનો પ્રશ્ન ઉભો થયો ત્યારે એપેક્ષના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવાયો હતો ત્યારે એવી દલીલ કરવામાં આવી હતી કે ‘ જય બક્ષીએ રાજીનામું આપી દીધું પછી કયાં તેને બીજા કોઈ નિયમ નડે છે બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું હતું કે ‘એપેક્ષ સભ્યનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું અને એપેક્ષમાં વિવિધ મુદે ચર્ચા થઇ હતી.

બીસીએના સૂત્રોએ જણાવ્યું કે ‘જય બક્ષીને રૂ.45000 પગારથી બીસીએમાં કો-ઓર્ડીનેટર તરીકે નિયુકત કરાયા છે. બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું કે આ ખોટી પ્રથા અને પરંપરા ચાલુ કરાઈ છે, જે યોગ્ય નથી. એપેક્ષ મેમ્બરનું રાજીનામું સ્વીકારી તેના માટે બીસીએમાં જગ્યા ઉભી કરીને નોકરી આપવું ઉચીત નથી. સૂત્રો મુજબ બીસીએમાં ભુતકાળમાં અનેક પૂર્વ ક્રિકેટરો અને સભ્યોએ એપેક્ષ છોડી બીસીએની નોકરી પસંદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...