પોલીસ કમિશનરનો હુકમ:વડોદરામાં પોણા બે વર્ષ પહેલાં દુષ્કર્મ આચરનાર LRD જવાન ડીસમીસ, મિત્ર સાથે ફરવા નીકળેલી યુવતીને પીંખી હતી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
એલ.આર.ડી. જવાનની ધરપકડ સમયની તસવીર. - Divya Bhaskar
એલ.આર.ડી. જવાનની ધરપકડ સમયની તસવીર.
  • યુવતીના મિત્ર પાસેથી 5000 રૂપિયા પણ પડાવી લીધા હતા

પોણા બે વર્ષ પૂર્વે દુષ્કર્મ આચરનાર વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એલ.આર.ડી જવાનને આજે પોલીસ કમિશનરે ડીસમીસ કરવાનો હુકમ કર્યો હતો. નોંધનિય છે કે એલ.આર.ડી. જવાન અને તેના મળતિયા ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલ બંને જેલમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતી મિત્ર સાથે બાઈક પર ફરવા નીકળી હતી. દરમિયાન રાતના અંધરામાં એકલતાનો લાભ લઇ હવસખોર એલ.આર.ડી સુરજસિંહ ચૌહાણ યુવતીને નજીકના અવવારૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

યુવક-યુવતીને ધમકાવ્યા હતા
આ બનાવની વિગત એવી છે કે, માર્ચ 2020માં શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતી તેના મિત્ર સાથે રાતના સમયે બાઇક ઉપર ફરવા માટે નિકળી હતી. બન્ને ગોત્રી ચેકપોસ્ટ નજીકથી પસાર થતી કેનાલ રોડ ઉપર બાઇક પાર્ક કરી ઉભા હતા. તે સમયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નં-9 તેમની પાસે આવી ઉભી રહી ગઇ હતી. વાનનો ડ્રાઇવર રસીક ચૌહણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહાણ બન્ને નિચે ઉતર્યા અને યુવક-યુવતીને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

યુવક પાસેથી રૂ. 5000 પણ લીધા હતા
પોલીસને જોઇ ગભરાઇ ગયેલા યુવક પાસેથી રૂ. 5000ની માગણી કરવામાં આવી હતી. જોકે યુવક પાસે એટલી રોકડ રકમ ન હોવાથી પહેલા તો તેને ઇન્કાર કર્યો હતો. પરંતુ લાલચુ ડ્રાઇવર અને એલ.આર.ડી જવાને ડ્રાઇવર રસીક યુવકને ગોત્રી રોડ પરના શેલ પેટ્રોલ પમ્પ પર લઇ જઇ કાર્ડ સ્વાઇપ કરાવી રૂપિયા લઇ લીધા હતા.

રોષે ભરાયેલા લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડ્રાઇવર અને પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
રોષે ભરાયેલા લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડ્રાઇવર અને પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

અવવારૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું
દરમિયાન રાતના અંધરામાં એકલતાનો લાભ લઇ હવસખોર એલ.આર.ડી સુરજસિંહ યુવતીને નજીકના અવવારૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. અંદાજીત 15 મિનિટમાં પીસીઆરનો ડ્રાઇવર અને યુવક પરત કેનાલ પર આવી પહોંચ્યાં હતા અને બાદમાં પોલીસની પીસીઆરમાં બેસી રસીક અને સુરજસિંહ ત્યાંથી નિકળી ગયા હતા. દરમિયાન યુવતીએ તેની સાથે બનેલી ઘટના યુવકને જણાવી હતી અને જોત જોતામાં આ ઘટનાની જાણ વાયુ વેગની સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. રોષે ભરાયેલા લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડ્રાઇવર અને પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી
મામલો વધુ બીચકાતા માર્ચ 2020માં મોડી રાત્રે પી.સી.આર વાનના ડ્રાઇવર રસીક ચૌહાણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સુરજસિંહ ચૌહણ સામે દુષ્કર્મની ફરીયાદ થતાં બન્નેની ધરપકડ કરવામાં આવી આવી હતી. દરમિયાન તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. હાલ સુરજસિંહ જેલમાં છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દીધી છે. આજે પોલીસ કમિશનરે એલ.આર.ડી. જવાનને ડિસમીસ કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...