તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. રસ્તા બનાવવા અને ઇમારતો બાંધવા શહેરના ફેફસા કહેવાતા વૃક્ષો આડેધડ કપાઇ રહ્યા છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવી હરીયાળી સાથે ઓક્સિજન મીની ફેક્ટરી જેવા નવતર પ્રકારના મિયાવાકી વનોનો પ્રયોગ શરૂ થઇ રહ્યો છે. તાંદળજામાં શહેરમાં પ્રથમવાર મિયાવાકી પદ્ધતિ પ્રમાણે 10 હજાર સ્ક્વેર ફૂટમાં વિવિધ પ્રકારના 3500 ઝાડ ઉગાડીને નાનકડું જંગલ ઉભુ કરવાનો પ્રયત્ન સામાજિક સંસ્થા સોક્લિન દ્વારા થઈ રહ્યો છે. મિયાવાકી પદ્ધતિ એટલે શહેરી વિસ્તારમાં ઓછી જગ્યામાં વિવિધ પ્રકારના વૃક્ષ, ઝાડ-છોડ વાવી ગાઢ જંગલ બનાવવું જેનાથી 30 ગણા વધુ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે.
60 પ્રકારની ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો લગાવાશે
સોક્લીનના પ્રેસિડંટ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે જણાવ્યું કે, ચોમાસા બાદ વિવિધ પ્રકારનાં દેશી વૃક્ષો જેવા કે સીતા અશોક, વડ, શતાવરી, અરડૂસી, અશ્વગંધા, હરડે, જામફળ, બકુલ વગેરે ઓક્ટોબર માસમાં જ લગાવ્યા હતા. હવે બાકી રહેલી જગ્યાઓમાં 60 પ્રકારનાં ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો લગાવશે. આ વૃક્ષો હજુ 6 મહિના નાના છે.શહેરની વચ્ચે આ જંગલ 2 વર્ષમાં તૈયાર થશે.
મિનિ જંગલનો આ રીતે ઉછેર કરવામાં આવે છે
મિયાવાકી પદ્ધતિ દેશી વૃક્ષોને પ્રાધાન્ય આપે છે, જેની શોધ જાપાનના વનસ્પતિશાસ્ત્રી પ્રો. અકિરા મિયાવાકીએ કરી હતી. જેમાં જમીનમાં 6 ફૂટ ઊંડો ખાડો કરી ડાંગરનું ભૂસું, શેરડીના કૂચા નાખી વૃક્ષનો ઝડપી વિકાસ કરાય છે. એક વર્ષમાં જ વૃક્ષોની ઊંચાઇમાં 2 મીટરનો વધારો જોઇ શકાય છે. વાવેતર કર્યાના ત્રણ વર્ષ પછી વૃક્ષોની માવજત કરવાની જરૂર રહેતી નથી.
મિયાવાકી પદ્ધતિના ફાયદા
વનવિભાગનું મિયાવાકી વન
વડોદરાથી 30 કિમીના અંતરે પાદરા તાલુકાના ભોજ ગામમાં વનવિભાગ દ્વારા 9600 ચોરસ ફૂટના વિસ્તારમાં મિયાવાકી વન તૈયાર કરાયું છે, જેમા પેલેટોફોર્મ, રેઇન ટ્રી, કોઠ જેવા ઉચ્ચ વૃક્ષો, જાંબુ, બીલી અને કાસીદના મધ્યમ કદના ક્ષુપ તથા લીંબુ, અરડૂસી, અને સીતાફળ જેવા નાના વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. જુલાઇ 2020માં પ્લાન્ટેશન કર્યું અને હાલમાં છોડ 10 ફૂટ ઊંચા થયા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.