તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિઠ્ઠલનાથજી મંદિરમાં જન્મોત્સવના દર્શન બંધ, ઇસ્કોનમાં વર્ચ્યુઅલ ઉજવણી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને પગલે શહેરમાં જન્માષ્ટમી પર્વની સાદાઈથી ઉજવણી કરાશે

12 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરાશે. શહેરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરવાના રહેશે. ઇસ્કોન દ્વારા ચાલુ વર્ષે વર્ચ્યુઅલ ઉજવણી કરાશે. બીજી તરફ વિઠ્ઠલનાથજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના દર્શન બંધ કરાયા છે. ચાર દરવાજા વિસ્તારનાં મંદિરોમાં જન્માષ્ટમીની તૈયારી શરૂ કરાઇ છે, પરંતુ જૂજ ભક્તો પહોંચે તેવી સંભાવના છે.

મંદિરોમાં કોરોનાની ગાઇડલાઇન અનુસરીને જ દર્શનનું આયોજન કરાશે

જન્માષ્ટમીની પૂજા-અર્ચના ઓનલાઇન નિહાળી શકાશે
કોરોનાને પગલે ઇસ્કોન મંદિરમાં વર્ચ્યુઅલ જન્માષ્ટમી ઊજવવાનું નક્કી કર્યું છે. જેના અંતર્ગત જન્માષ્ટમીની દરેક પૂજા-અર્ચના અને ઉજવણી ભક્તો ઓનલાઈન જોઈ શકશે. આ માટે આગામી દિવસોમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જ્યારે ભક્તો મંદિરમાં આવી દર્શન કરી શકશે. - નિત્યાનંદ સ્વામી, ઇસ્કોન મંદિર

ભગવાનના દર્શન સવારે અને સાંજે જ ખુલ્લા રખાશે
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે વિઠ્ઠલનાથજી મંદિરમાં રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવના દર્શન નહિ કરાવવામાં આવે. જોકે મંદિરમાં જન્મોત્સવની પૂજા થશે. જન્માષ્ટમીના દિવસે સવારે અને સાંજે ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.- હરિઓમ વ્યાસ, વિઠ્ઠલનાથજી મંદિર, માંડવી

વ્રજધામ ખાતે ગાઈડ-લાઈન મુજબ દર્શન કરી શકાશે
માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે જન્માષ્ટમીમાં તહેવાર નિમિત્તે ભક્તો સરકારની કોરોના મહામારીને લગતી ગાઈડલાઈન મુજબ નંદ મહોત્સવના દર્શન કરી શકશે. દર્શન સમયે ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સોશિઅલ ડિસ્ટન્સ પાળવાનું રહેશે. - વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી, વ્રજધામ, માંજલપુર

કલ્યાણરાયજી હવેલીમાં સાંજના દર્શન કરી શકાશે
કલ્યાણરાયજી હવેલીમાં ભક્તો જન્માષ્ટમીના દિવસે સાંજે 6 થી 8ના દર્શન કરી શકશે. જ્યારે કૃષ્ણ જન્મોત્સવની વિધિ ભીતરમાં કરવામાં આવશે. કોરોનાના પગલે આ નિર્ણય લેવાયો છે. જ્યારે ભક્તોએ દર્શન સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. - વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, કલ્યાણરાયજી હવેલી, માંડવી

અન્ય સમાચારો પણ છે...