તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હાટડીઓ પર હલ્લાબોલ:વડોદરાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ, ગ્રામજનો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ, મહિલા ઇજાગ્રસ્ત

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી તાલુકાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ધમધમતી હાટડીઓ પર ગ્રામજનોનો હલ્લાબોલ કર્યો હતો - Divya Bhaskar
સાવલી તાલુકાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ધમધમતી હાટડીઓ પર ગ્રામજનોનો હલ્લાબોલ કર્યો હતો
  • પોલીસે દારૂની હાટડીઓ પર કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી
  • ભાદરવા પોલીસ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ધમધમતી હાટડીઓ પર ગ્રામજનોનો હલ્લાબોલ કર્યો હતો. જેમાં ગ્રામજનો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું છે જેમાં એક મહિલાનો હાથ ભાંગી જતા મહિલાને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

યુવાનોના અકાળે મૃત્યુના કારણે ગ્રામજનો વિફર્યા
સાવલીના રણજીતનગર ગામમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. ભાદરવા પોલીસના રાજમાં બુટલેગરો બેફામ બનીને દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને દેશી દારૂ બનાવવાના વોશના પીપડાઓ શોધીને વીડિયો બનાવીને વાયરલ કર્યાં હતા અને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે. પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યાં છે. નશાની લતના કારણે યુવાનોના અકાળે મૃત્યુના કારણે ગ્રામજનો વિફર્યા હતા અને પોલીસને જાણ કરવા છતાં કોઇ નક્કર કામગીરીના કરવામાં આવતા ગ્રામજનો વિફર્યા હતા અને ગ્રામજનોએ જમીનમાં દાટેલા દેશી દારૂ બનાવવાના પીપડાઓ શોધી કાઢ્યા હતા.

પોલીસે દારૂની હાટડીઓ પર કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી
પોલીસે દારૂની હાટડીઓ પર કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી

મહિલા પર બુટલેગરોને હુમલો કર્યો
દારૂ વેચવાનું બંધ કરવાનું કહેવા ગયેલા તારાબેન મહિડા નામની મહિલા પર બુટલેગરોને હુમલો કર્યો હતો અને મહિલાના હાથ તોડી નાખ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ભૂપેન્દ્ર મણીલાલ ચુનારા નામના બુટલેગરે મહિલા પર હુમલો કર્યો હતો અને વારંવાર પોલીસને જાણ કરવા છતાં પોલીસની કોઇ નક્કર કાર્યવાહીના અભાવે બુટલેગરો ગામમાં બેફામ બન્યા છે, તેવા ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા હતા.

ભાદરવા પોલીસ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ભાદરવા પોલીસ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ગામમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે
સમગ્ર બનાવને પગલે ગામ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ગામમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. ઇજાગ્રસ્ત મહિલાના સાસુ લીલાબેન મહિડા જણાવ્યા પ્રમાણે તમને પુત્રવધુ તારાબેન મહિડા દારૂ બંધ કરવા બાબતે કહેવા જતાં ગ્રામજનો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થતાં મહિલાના હાથના ત્રણ ટુકડા થઇ ગયાનો આક્ષેપ મહિલાના સાસુએ લગાવ્યો છે, જ્યારે પોલીસની મિલીભગત અને રહેમ નજરના કારણે બુટલેગરો સમગ્ર ગામ અને વિસ્તારમાં બેફામ બન્યા છે. સમગ્ર મામલે તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

નશાની લતના કારણે યુવાનોના અકાળે મૃત્યુના કારણે ગ્રામજનો વિફર્યા હતા
નશાની લતના કારણે યુવાનોના અકાળે મૃત્યુના કારણે ગ્રામજનો વિફર્યા હતા
અન્ય સમાચારો પણ છે...