• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Jainacharya Jagvallabh Surishwarji Maharaj And Harshvallabh Surishwarji Maharaj Will Have Glorious Entry In Subhanpura Sangh For Prestige

દીક્ષા:જૈનાચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ તથા હર્ષવલ્લભ સૂરીશ્વરજી મહારાજનો સુભાનપુરા સંઘમાં પ્રતિષ્ઠા માટે ભવ્યાતિભવ્ય પ્રવેશ થશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 6.30 વાગે સુભાનપુરા જૈન સંઘ માં પુજ્ય જૈનાચાર્યો નું ભવ્ય સામૈયું કરવામાં આવશે

જૈનાચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ તથા હર્ષવલ્લભ સૂરીશ્વરજી મહારાજનો સુભાનપુરા સંઘમાં પ્રતિષ્ઠા માટે ભવ્યાતિભવ્ય પ્રવેશ થશે. આ કાર્યક્રમ ની માહિતી આપતાંસુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી કિરિટભાઈ શાહે જણાવ્યું છે કે આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ આદિઠાણા નું સામૈયું વાજતેગાજતે આદિનાથ જિનાલય, ઝાંસી રાણી સર્કલ થી બાલુભા આરાધના ભવન, મેહુલ સોસાયટી પધારશે.

વધુમાં મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે 25 મે 2022ના રોજ સંઘ ના જ મુમુક્ષુ અલ્પેશભાઈ, હેતલબેન તથા કુમારી ની દિક્ષા બેંગલોર મુકામે થવાની છે તેમનુ બહુમાન શ્રી સંઘ દ્વારા કરવામાં આવશે.તેઓ પણ ગુરુદેવ ની સાથે સામૈયામાં જોડાશે.

ત્યારબાદ ગુરુદેવની પધરામણી પછી ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે. આ પ્રસંગે જાજમ પાથરવાની બોલી તથા આદિનાથ ભગવાન ની 6મેના રોજ યોજાનાર 15મી ધજા સાલગીરીની બોલીઓ બોલાવવામાં આવશે.

દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ ખાસ નૂતન જીનાલય ના પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધારી રહ્યા છે. આમાં પ્રતિષ્ઠા થનાર ભગવાન જૈનો ના અતિ પવિત્ર તીર્થધામ શંખેશ્વરમાં ભગવાન ની જે સ્વરૂપ ની પ્રતિમા છે તેવી જ પ્રતિમા ની પ્રતિષ્ઠા થનાર હોઈ સંઘમાં અનેરો ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...