ભવ્ય સામૈયું:જૈનાચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ તથા હર્ષવલ્લભ સૂરીશ્વરજી મહારાજનો સુભાનપુરા સંઘ માં પ્રતિષ્ઠા માટે ભવ્યાતિભવ્ય પ્રવેશ થયો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે સવારે 6.30 વાગે સુભાનપુરા જૈન સંઘ માં પુજ્ય જૈનાચાર્યો નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની માહિતી આપતાં સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી કિરિટભાઈ શાહે જણાવ્યું છે કે આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ આદિઠાણા નું સામૈયું વાજતેગાજતે આદિનાથ જિનાલય , ઝાંસી રાણી સર્કલ થી બાલુભા આરાધના ભવન, મેહુલ સોસાયટી પધાર્યા હતા.

વધુમાં મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે 25 મે 2022ના રોજ સંઘ ના જ મુમુક્ષુ અલ્પેશભાઈ, હેતલબેન તથા કુમારી ની દિક્ષા બેંગલોર મુકામે થવાની છે તેમનુ બહુમાન શ્રી સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ પણ ગુરુદેવ ની સાથે સામૈયા માં બગી સાથે જોડાયા હતાં. સંઘ ની બહેનો વિશેષ પરીધાન સજી ને બેડા માથે મૂકીનેપરંપરાગત રીતે ગુરુદેવ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુદેવ ની પધરામણી બાલુબા આરાધના ભવન માં ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું. આ પ્રસંગે જાજમ પાથરવાની બોલી તથા આદિનાથ ભગવાનની 6મે ના રોજ યોજાનાર 15મી ધજા સાલગીરી ની બોલીઓ બોલાવવામાં આવી હતી.

સુભાનપુરા સંઘ ના ટ્રસ્ટી મહેશભાઈ એ જણાવ્યું હતું કે 8 મી મે રવિવારના દિવસે સવારે 6 .15 કલાકે મન સંતુષ્ટિ આદિનાથ ભગવાન ના જીનાલય થી‌ નુતન જીનાલય માં પ્રતિષ્ઠા થનાર જિન પ્રતિમાઓ નો વાજતેગાજતે વરઘોડો નીકળશે. દરમિયાન માં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ ખાસ નૂતન જીનાલય ના પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધારી રહ્યા છે. આમાં પ્રતિષ્ઠા થનાર ભગવાન જૈનો ના અતિ પવિત્ર તીર્થધામ શંખેશ્વર માં ભગવાન ની જે સ્વરૂપ ની પ્રતિમા છે તેવી જ પાર્શ્વનાથ ભગવાન ની પ્રતિમા ની પ્રતિષ્ઠા થનાર હોઈ સંઘ માં અનેરો ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...